(ગઝલ) શિર્ષક: "તું ભલે ન મળે"
હૃદયમાં સદા હું તને ઝંખતો, તું ભલે ન મળે,
છતાં હોઠથી વાત ના નીકળે. તું ભલે ન મળે,
ખબર છે મને કે નથી તું અહીં, તું ભલે ન મળે,
છતાંયે નજર રાહ તારી ભાળે. તું ભલે ન મળે.
નજર તું કરે તો દિવસ ઊગે છે, પછી તું ભલે ન મળે,
નજર ફેરવે તું તો સિતારા ખરી પડે. તું ભલે ન મળે,
તારા સ્મિતે એક દુનિયા રચી, તું ભલે ના મળે,
મને એ જ દુનિયા ગમે, તું ભલે ન મળે.
બનીને રહું છું તારો એક પડછાયો, તું ભલે ન મળે,
તને ક્યાં ખબર, હું કેવો તને ચાહું, તું ભલે ન મળે.
તને જોઈ લવ, કાયમ પ્રાર્થનામાં, તું ભલે ન મળે,
બીજી કોઈ ઇચ્છા ભલે કદી ના ફળે, તું ભલે ન મળે.
તારા સુખોની હું માગું દુઆ, તું ભલે ન મળે.
મને દર્દ દે, તોય હસવું ગમે. તું ભલે ન મળે.
તું યાદ રાખ કે ના યાદ રાખ મને, હું યાદ રાખું, તું ભલે ન મળે
"‘સ્વયમ’ભુ’ મે તો તને જ યાદ રાખી કાયમ દિલમાં, તું ભલે ન મળે.
અશ્વિન રાઠોડ (સ્વયમ’ભુ’)