શિર્ષક: "શિયાળાની સવાર"
ધીમે ધીમે ઊઘડે આભ, ને પૃથ્વી પર પથ્થરાય ધુમ્મસ.
ઓસની બુંદો ઝાકળ બની, જાણે ચમકીલી ફાનસ,
સૂર્યની કિરણોની કૂણી ઉષ્મા, શરીરને આપે નવો સ્પર્શ,
ટાઢો પવન મંદ મંદ વાય, એ સવારનો કેવો હર્ષ!
આંગણે રમતી પારેવડીઓ, ટપ ટપ દાણા ચણતી,
શેરીના રસ્તે ધીમી ગતિએ, ઠંડીમાં મોજ કરતી.
ઘરમાંથી આવે ચાની સુગંધ, ને ગરમ ફાફડાની લિજ્જત,
રજાઈમાં લપાઈ રહેવાની, આપડી કેવી ખીજજત.
ખેતરોમાં લીલાછમ પાક, ને ઠંડી હવા નો આવકાર,
વૃક્ષોનાં પાંદડાં પીળાં થઈ, ખરી પડ્યાં ત્યજી પોતાનો શણગાર.
પોખના દાણા શેકાતા લઈ દેશી ભઠાનો સાથ,
એક મેકના સથવારે માણતા મિત્રો સૌનો સાથ.
શિયાળાની આ સવાર, જીવન જીવવાની ચાહ,
મન મૂકીને માણી લઈએ, "સ્વયમ’ભુ’" આ કુદરતની વાહ!
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ’"