એકડો, બગડો અને તગડો હો રમતો રે,
ચોગડાને માથે બેઠાં, શીંગડાઓ સીધા રે,
પાંચડાને ઈસ્ત્રી કરી, 'ય' ને પકડી કરી રે,
છગડો કાચમાં બેઠો, 'ર' ની સામે બેઠો રે,
સાતડો તો ભાગ્યો બહુ, બારાક્ષરીથી ભાગ્યો રે,
આઠડો તો પાળે સૂતો, પાવડાથી છૂટી રે,
નવડાનો ટેકો લૂંટ્યો, 'લ' ને પકડી લૂંટ્યો રે,
દસડાએ મીંડો લીધો, પુસ્તકોથી ચોરી રે..