ધ્રુવનો તારો
આભ સાવ કોરું દેખાય છે
પણ સાંજ થતા ટમટમતા તારલા ઝળકાય છે
સૂરજનો તેજ પ્રકાશ તારલાને ઢાંકી દે છે,
અને ચંદ્રની શીતળ રોશનીમાં એ ઝગમગી ઉઠે છે.
દરેકનું અસ્તિત્વ છે સાવ અનોખું છે,
તો તું કેમ તારા અસ્તિત્વથી છે સાવ અજાણ્યો છે?
કેમ અણગમો છે તને પોતાનાથી?
સૂરજ નથી અકળાતો એના પ્રકાશથી,
ચંદ્ર નથી અનુભવતો સૂરજથી નિર્બળતા. તો
સ્વીકાર તું તારી વાસ્તવિકતાને,
તું પણ એક અણમોલ ધ્રુવનો તારો છે.
સ્વીકાર પોતની જાતને, જેવો છે તેવો તું તારો છે,
સૌથી પહેલા તું પોતે પોતાને કે -
કે આ આખું જીવન તારું છે,
અને એના અધ્યાયો તું પોતે લખીશ.
ભલે જગત ન જુએ તારો પ્રકાશ આજે,
પણ સમય આવ્યે તું આકાશે ચમકીશ!