પોતાનાં માતા પિતાનાં ઘરની સૌથી સમજદાર દીકરી સાસરામાં રહેતી સમજણ વગરની, અણવ્યવહારુ અને કામચોર વહુ ક્યારે બની જાય છે ખબર જ નથી પડતી. જ્યાં માતા પિતાનાં ઘરમાં એ દીકરીની સલાહ અનિવાર્ય હોય છે એને સાસરે 'એને શું સમજ પડે?' કહીને દરેક વાતો અને નિર્ણયોથી દૂર રાખવામાં આવી શું સાબિત કરવામાં આવે છે એ જ નથી સમજાતું.