અમુક સમયે કોઈની કોમેન્ટ પણ વિચારવા મજબૂર કરી દે છે.

કોમેન્ટ કરનાર ભાન સાથે કોમેન્ટ કરે છે કે પછી એક રોબોટ ની જેમ બસ કરવા ખાતર કરે છે.


કોમેન્ટ એટલે જે તે વ્યકિતએ લખેલા લખાણ પ્રત્યે આપણો ગમો કે અણગમો સામે લખાણ દ્વારા વ્યક્ત કરવો.

જેને સોશિયલ મીડિયા પર કોમેન્ટ નાં સ્વરૂપે ઓળખવામાં આવે છે.

કોઈ વ્યક્તિ દ્વારા લખાતું લખાણ જે મુજબ હોય તેને અનુરૂપ કોમેન્ટ કે પ્રતિભાવ આપવામાં આવે કે તે વિષયને અનુલક્ષીને કંઈ કહેવામાં આવે તો તેવો પ્રતિભાવ કે કોમેન્ટ યોગ્ય રહે છે.

મેં ઘણા સમયથી એમ બી જેવી સાઈટ પર કોમેન્ટ બાબતે રમૂજ ઉપજે તેમજ મનમાં પ્રશ્નાર્થ જન્મે કે ખરેખર કોમેન્ટ કરનાર વ્યક્તિ વાંચતું હશે કે પછી બસ ફક્ત કોમેન્ટ કરવામાં જ આનંદ આવતો હોય.

કોઈ સારું લખાણ લખે તો કદાચ તેના લખાણને બિરદાવવા "કયા બાત હૈ" કોમેન્ટ કરે તો યોગ્ય છે.

જ્યારે કોઈ દુઃખદ લખાણ લખ્યું હોય કે કોઈને શ્રદ્ધાંજલિ પાઠવી હોય ત્યાં પણ ક્યાં બાત હૈ કોમેન્ટ કરે તો કેટલું યોગ્ય રહે?

આ સમયે તે વ્યક્તિ લખાણ વાંચે છે કે પછી આંખો બંધ કરીને એક જ કોમેન્ટ કરે રાખે છે.

કોઈ સમજદાર વ્યક્તિ આ રીતે કરે તો યોગ્ય તો ના જ કહેવાય ને?

મને થતાં પ્રશ્ન મારા મતે બરાબર લાગે છે કે કોઈપણ લખાણ પ્રથમ વાંચવું જોઈએ. તેને સમજવું જોઈએ.

પછી જ તે મુજબ કોમેન્ટ રૂપે અભિપ્રાય આપવો જોઈએ નહીં તો પછી ખોટી લાઈક કે કોમેન્ટ આપીને અન્યની સાથે પોતાની જાતને છેતરવી યોગ્ય તો ના જ કહેવાય ને?

એક લાઈક નાં ચક્કરમાં બસ વિચાર્યા વિના જ કોમેન્ટ કરી દેવી કેટલી હદે યોગ્ય? હમણાં એક યુઝર્સ તો કોઈ ઈમેજ દેખાતી નથી કોઈ લખાણ દેખાતું નથી છતાં પણ ખોટી 'વાહ વાહ' કરે રાખે આવું સાહિત્ય પ્રત્યે રસ રુચિ ધરાવતા વ્યકિતઓ કરે તો કેટલી હદે યોગ્ય કહેવાય? પછી હશે દરેકની જેવી વિચારધારા.

Gujarati Blog by Parmar Mayur : 112003744
Narendra Parmar 1 year ago

સરસ વિચાર 👍👌

Parmar Mayur 1 year ago

તમારી વાત સાચી છે, સોશિયલ મિડિયા નો વાટકા વ્યવહાર 😊😊

Mona Ghelani 1 year ago

સાચી વાત છે ઘણાં વધારે લાઈક અને કૉમેન્ટ માટે પોસ્ટ પર ઘણી વાર વાંચીને કે વાંચ્યા વગર લાઈક કૉમેન્ટ કરતા હોય છે અને તમે રિટર્નમાં એની post ને લાઈક કૉમેન્ટ ના કરો તો તેઓ પણ બંધ કરી દે છે આ તો વાટકા વહેવાર જેવું લાગે છે 😄

Falguni Dost 1 year ago

એકદમ અયોગ્ય છે.

Parmar Mayur 1 year ago

બહેન મને આ પ્રશ્ન મનમાં ઘણો જ પજવણી કરતાં હતો કે આપણા કરતાં વધુ સમજદાર માણસો કંઇ જ વિચાર્યા વિના ફક્ત લાઈક કે કોમેન્ટ નાં ચક્કરમાં આ રીતે કોમેન્ટ કરતા રહે તો પછી યોગ્ય તો ના જ કહેવાયને.

Falguni Dost 1 year ago

હવે અહીં હું શું કોમેન્ટ કરું???😁😅 મજાક કરું છું હો જાજુ ન વિચારશો.. મને પણ આજ પ્રશ્ન ઘણી વાર મનમાં થયો છે. સાચી વાત આપે રજૂ કરી છે.👌🏻👍🏻

Mrs Farida Desar foram 1 year ago

સાચી વાત છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now