પ્રથમ ભારતીય ચલણી નોટ
એક સમયે ભારતમાં નાણાંકીય લેવડદેવડ માટે સિક્કા જ
વપરાતા હતા. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારી કારોબાર
વધતો ગયો તેમ વજનદાર સિક્કા અગવડરૂપ જણાવા
લાગ્યા, એટલે તેણે ખાનગી બેન્કોને પોતપોતાની ચલણી
નોટો છાપવા જણાવ્યું. ભારતમાં સૌ પહેલાં સ્થપાયેલી
કલકત્તાની બેન્ક ઓફ હિન્દુસ્તાને ૧૭૭૦માં પહેલો
અખતરો કર્યો, જે ફ્લોપ નીવડ્યો. વિવિધ મૂલ્યોવાળી નોટો
છાપવાનું તેણે ચાલુ રાખ્યું. નોટનું મૂલ્ય રૂપિયાના કેટલા
સિક્કા બરાબર ગણાય તેની સ્પષ્ટતા તેના પર કરેલી હતી. આમ છતાં
કારણ એ કે આખું બળદગાડું ભરાય એટલું સુતરાઉ કાપડ,
મરીમસાલા, ગળી, રેશમ વગેરે માલ અંગ્રેજોને વેચાય પછી
બદલામાં ફક્ત રંગીન કાગળનાં ફરફરયાં મળે તે ભારતીય
વેપારીઓ માટે અજૂગતી વાત હતી. આથી નોટો હાથમાં આવે ત્યારે તેઓ પહેલું કામ બેન્કે પહોંચી એ નોટોને સિક્કામાં બદલાવવાનું કરતા હતા. રોજેરોજ આવું બનતું હોવાને લીધે નોટો માંડ થોડા કલાક સુધી ચલણમાં રહીને પાછી બેન્ક પાસે આવતી હતી. નોટના બદલામાં સિક્કા ચૂકવવાની બાંયધરી વળી બેન્ક આપતી હતી, ઇસ્ટ ઇન્ડિયા કંપની નહિ. ૧૮૫૮માં બ્રિટિશ સરકારે શાસન સંભાળ્યા બાદ Government of Indiaના નામે ૧૦ની પહેલી નોટો ચલણમાં મૂકી ત્યારે જ લોકો સરકાર પર ભરોસો મૂકી પેપર કરન્સી તરફ વળ્યા.
ભારતની એ પ્રથમ સરકારી અર્થાત્ સત્તાવાર નોટની
તારીખ : જૂન ૯, ૧૮૬૨.
https://www.facebook.com/share/p/1Bcr3d1W6p/