*શીર્ષક: એજ માળિએ*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
દિવાળીનું હતું ટાણું,
ને મન મારું હરખાણું.
કરીએ થોડી સાફ-સફાઇ,
અગાસીને પણ વાળીએ,
મારી યાદો ખોવાઈ એજ માળિએ.
એ કરોળિયાનું જાળું,
જ્યાં પડ્યું'તું જૂનું તાળું.
મને જોઈ જાણે કહેતું હોય,
અમે જ બધું સંભાળીએ?
મારી યાદો ખોવાઈ એજ માળિએ.
ત્યાં પુસ્તકોના થપ્પા,
થયા'તા બથ્થમ-બથ્થા.
જોઈ મનમાં થયું કે,
સમય અહીંપણ થોડો ગાળીએ,
મારી યાદો ખોવાઇ એજ માળિએ.
લગ્નનો એ સૂટ મળ્યો..
જોઈ હું માંય ને માંય બળ્યો.
જે વાસણમાં જમ્યા'તા અમે,
ઘા કર્યો એજ થાળીએ.
મારી યાદો ખોવાઈ એજ માળિએ.
રોશન પાલનપુરી..✍️