કેટલો અંધકાર છે કોના જીવનમાં,
એ તો એની અંદરની રોશનીથી જ માપી શકાય.
સુખ-સમૃદ્ધિનો છે માલિક,
જીવન બહારથી સુંદર, આકર્ષક અને ઝગમગતું.
પણ અંતરમન શું ઝંખે છે,
એ ક્યારેક પોતે જ નથી જાણતું.
જાણે છે, છતાં સ્વીકારતું નથી,
સત્ય સામે છે, છતાં અપનાવતું નથી.
જેની ખોટ છે એ મળી શકે છતાં,
દુનિયાદારી માટે એને સ્વીકારતું નથી.