ઘડપણ
પ્રભુતામાં પગલાં માંડી
વિતાવ્યા વર્ષો સંગાથે!.....
જીવનના સારા માઠા પ્રસંગો
સહમી સમજી વિતાવ્યા સાથે!...
ઉછેર્યા સૌ સંતાનો ને
સિંચ્યા એમને સંસ્કારો
આત્મનિર્ભર બનાવી એમને
વસાવ્યા સૌને સંસારે!........
ઉછેર્યા તેમના પણ સંતાનો ને
દાદા દાદી, નાના નાની ના
કોડ સૌ પૂરા થયા!........
ઢળતી આ જીવનની
સંધ્યા એ
થાક્યા હવે તનથી
પડી હવે જંજાળો!.........
બધીય નિભાવી જવાબદારી ને
પ્રભુ ભજ્યા સંગાથે!.........
સંસારના આ કોરા ચિત્રોમાં
રંગો ભર્યા ભાર્યા આપણે!........
ભુલાઈ જાય બધુ ને
દેખાય હવે આંખે ઓછુ!........
ભૂલાવી દે દુઃખ સૌ સંસાર નું
જ્યારે હોય ઘડપણે દંપતિનો સથવારો!
ઘડપણે વાતનો વિસામો
લાગણી નો એકમેક નો સહારો!..
તેમાય સોનામાં સુગંધ ભળે
જયારે હોય સંતાનો નો સહારો!...
જય શ્રી કૃષ્ણ: પુષ્પા.એસ.ઠાકોર