ચાંદી
હમણાં જ કોઈકે કહ્યું કે થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો
આદત મુજબ મેં ભાવ-તાલ ચેક કર્યા
ચાંદીના ભાવ ને લઇ ને મને યાદ આવે છે
કે
મારા દાદાજી કહેતા હતા કે 1oz. સોનુ અને 12oz. ચાંદી સરખા જ ભાવ માં આવે
પછી મારા ફાધર કહેતા હતા
કે
અત્યારે 1oz. સોનુ અને 82oz. ચાંદી સરખા જ ભાવ માં આવે છે
અને COVID માં મેં ભાવ ચેક કર્યો હતો તો
1oz. સોનુ અને 105oz. ચાંદી સરખા જ ભાવ માં આવતું જોયું હતું
હમણાં જ કોઈ બીજી વ્યક્તિ પાસેથી ફરીથી સાંભળવા મળ્યું કે થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો
વધારે ડિટેઇલ માં જાણવાની કોશિશ કરતા અમુક વાતો સમજાઈ
કે
આવનારો જમાનો બદલાય છે
અલગ અલગ ઈન્ડસ્ટ્રીઓ માર્કેટ માં આવે છે
મને થયું કે કશુંક તો હોવું જોઈએ જે આ નવી આવતી અલગ અલગ ઇન્ડસ્ટ્રી ને ચાંદી સાથે સાંકળતી હોય…
પછી ઇન્ડસ્ટ્રી ના સ્ટ્રેટેજિક એક્ષપર્ટ ના રિપોર્ટો ઉપરથી જાણવા મળ્યું
કે
1
રીયુઝેબલ બેટરી માં સિલ્વર વાપરવાથી બેટરી ની કાર્યક્ષમતા વધે છે..
સિલ્વર બેટરી ને કાટ ચઢતા બીજી મેટલ ના પ્રમાણમાં વધારે બચાવે છે
બેટરીના ચાર્જિંગ સ્પીડ માં સિલ્વર વધારો કરે છે
અને એટલે જ તો
ચાંદી નો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો માં થાય છે
2
ચાંદી નો ઉપયોગ સોલાર પેનલ માં થાય છે - કેમ કે - સિલ્વર થી સનલાઇટ ને વપરાશ લાયક એનર્જી માં રૂપાંતરિત કરી શકાય છે વિશ્વાસ આવે એવી વાત નથી પણ 1 MW ની સોલાર પેનલ માં વપરાતી ચાંદી લગભગ 40 કિલો આસપાસ હોય છે..
3
ચાંદી AI વૃદ્ધિ માટેની જે મહત્વપૂર્ણ મેમરી ચિપ્સ છે એમાં વપરાય છે
અને આ ઉપરાંત
4
ચાંદીનો ઉપયોગ high-density સર્કિટ બોર્ડ, ધારદાર કમ્પ્યુટિંગ ઉપકરણો, કમ્પ્યુટર, સ્વીચ, ઇન્ડસ્ટ્રીયલ ઈલોકટોનિક સાધનો, રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન, ઇલેક્ટ્રિક વાહનો, અને મોબાઈલ ફોન... આ બધામાં ચાંદી નો ઉપયોગ થાય છે...
હવે લાગે છે કે વાત ખોટી નથી
થોડા જ સમય માં ચાંદી નો ભાવ વધી જવાનો
ચાલો, થાય એટલું ઇન્વેસ્ટ ચાંદી માં કરી લઈએ....
🙏🙏🙏