સ્ત્રી…
એક શબ્દ નહીં,
એક અભિવ્યક્તિ છે.
શબ્દોથી વિણાતી નહિ, અનુભવથી સમજાય એવી.
તે ઘરના દરવાજા જેટલી ખુલ્લી..
પણ,
હ્રદયના દરવાજા જેટલી સંકુચિત.
જ્યાં પ્રેમ છે, ત્યાં એની હાજરી છે,
જ્યાં દુઃખ છે, ત્યાં એના હાથનો સ્પર્શ છે.
ક્યારેક..
તે માટી જેવી હોય,
જેમ સમર્પિત થાય અને ઘડાય.
અને ક્યારેક પાણી જેવી..,
નિરાકાર પણ જીવનદાયી.
તેના અસ્તિત્વમાં ઉત્સવ પણ છે અને ઉત્કંઠા પણ..
તેને સમજવી હોય તો નહીં જોઈએ શબ્દકોશ..,
પણ જોઈએ સ્પર્શની સંવેદના,
શ્રદ્ધાની દૃષ્ટિ અને ભાવનાનું ઊંડાણ.
તે રાધા નથી કે.. જેને માત્ર રાહ જોવી આવે,
તે દ્રૌપદી પણ નથી કે જેના ભાગ્યે હંમેશાં સંઘર્ષ જ આવે અને..,
તે સીતા પણ નથી કે
જેને અગ્નિપરીક્ષા આપવી પડે.
તે તો..
પોતે પોતાને ઘડે છે.
દર્દમાંથી પણ શ્રંગાર ઉત્પન્ન કરે છે.
સ્ત્રી…
અંત નથી એની ક્ષમાશીલતાનો,
મર્યાદા નથી એની મમતાનો.
તે ઇતિહાસ નથી કે જતો રહે.
તે તો..
કૃતિ છે, જીવતી રચના છે,
દરેક યૌગિક ક્ષણમાં ઊગતી એક નવિન સર્જના છે.
https://www.facebook.com/share/1AQ9A8725D/