કલ્પનામાં આવેલી ગઝલ જિંદગીમાં લખાતી નથી,
વાસણના ખડખડ વચ્ચે, હાસ્યની છોળો થતી નથી.
- કૌશિક દવે
મંઝિલ છે ઘણી દૂર, જિંદગી પાણી જેવી તો નથી!
કાગળમાં છપાયેલી કવિતા જેવી, જિંદગી જોઈ નથી.
કવિઓની મહેફિલમાં વાહ,વાહ, બહેતરીનના સૂર છે,
ઘરમાં આવે ત્યારે એ કવિતા, ફક્ત કાગળના બેસૂર છે.
સમજમાં આવી ગયું મને કે, જિંદગી જીવવી જરૂર છે,
ઘર ચલાવવા માટે પણ, થોડાં ઘણાં ફદિયાની જરૂર છે,
જોઈ લો, કવિની જિંદગી તો, ફક્કડ ગીરધારી જેવી છે,
લેખકોને મળે એવું માન,કવિને આપવાનું બાકી છે.
કવિની જિંદગીમાં પ્રેરણા આપે,એવી માશૂકા પણ ન હોય,
પણ જિંદગીમાં પ્રેરણાસ્ત્રોત તો,કવિ માટે પ્રિય પત્ની છે.
- કૌશિક દવે
- Kaushik Dave