ખજાનો ખજાનો શું કરો છો?
ખજાનાથી કેમ ખુશ થાવ છો?
ખજાનો તો કેટલાય જણે સંઘર્યો,
મૃત્યુ પછી ખજાનો કોણે જોયો?
- કૌશિક દવે
જીવનનું સત્ય એક જ છે,
ખુશી અને સંતોષ ખજાનો અણમોલ છે.
ખુશ રહેવું અને ખુશીઓ આપવી,
એવા ખજાનાથી સંતોષ મળે છે.
જિંદગીનું બીજું સત્ય એ જ છે,
શાંતિ અને પ્રેમનો સંદેશ છે.
ગુપ્ત ખજાનો આને જ કહેવાય,
યુદ્ધોથી ખજાનો ખાલી કરાય!
જે આતંકવાદ અને યુદ્ધો કરે છે,
ઈશ્વરનો સંદેશો નકારી કાઢે છે.
માનવ દેહ મળ્યો છે ત્યારે,
જીવો અને જીવવા દો મંત્ર મળ્યો છે.
ગુપ્ત ખજાનો કોને કહેવાય?
ઈશ્વરને ઓળખે એને જણાય.
સંતોષનું સ્મિત જેને મળે છે,
એને ગુપ્ત ખજાનાનું રહસ્ય જડે છે.
- કૌશિક દવે
- Kaushik Dave