Gujarati Quote in Microfiction by Gautam Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગોહર જાન

ભારતમાં રેકોર્ડિંગ માટે મીણની ૬૦૦ કોરી ડિસ્ક સાથે આવેલા
બ્રિટિશ નિષ્ણાત ફ્રેડ ગેઇસબર્ગે શરૂ શરૂમાં જે
ગીતો રેકૉર્ડ કરાવ્યાં તે બધાં ફ્લોપ નીવડ્યાં
અને તેના માટે એ પોતે જવાબદાર હતો.
વેસ્ટર્ન મ્યુઝિક વડે રંગાયેલા તે અંગ્રેજને
ભારતીય સંગીતનું લગભગ કશું જ્ઞાન ન હતું.
આથી લોકોને શું ગમે અને શું ન ગમે તેનો
અંદાજ તેને આવતો ન હતો. એકવાર તો
કંપનીએ ભારતમાં મ્યુઝિકનો બિઝનેસ માંડી
વાળવાનું પણ વિચાર્યું, પરંતુ એ જ અરસામાં
જોગસંજોગે સુખદ ઘટના બની. ગેઇસબર્ગને
કલકત્તાના ધનિક બંગાળી બાબુને ત્યાં
સંગીતના જલસામાં હાજર રહેવાનું આમંત્રણ
મળ્યું. ગોહર જાન નામની ગાયિકાના કંઠે તેણે
સુગમ સંગીત સાંભળ્યું. શબ્દો સમજાયા નહિ,
પણ ગીતો અત્યંત કર્ણપ્રિય હતાં.
ગેઇઝબર્ગ માટે ક્લાસિકલ
મ્યુઝિકનો એ પહેલો અનુભવ
હતો--અને ત્યારે જ એ પામી
ગયો કે રેકૉર્ડિંગ બિલકુલ આવા
પ્રકારનાં ગીતોનું કરવું જોઇએ.
આ ગાયિકાનાં ડઝનબંધ ગીતોની
રેકૉર્ડ્ઝ તેણે બહાર પાડી અને
ડામાડોળ કંપની એકાએક ધૂમ નફો
રળવા લાગી. પરદેશથી માતા-પિતા
સાથે ભારત આવેલી ગોહર જાન
યુરેશિયાના આર્મેનિયા દેશની હતી. પિતાનું નામ વિલિયમ રોબર્ટ યોવર્ડ અને માતાનું નામ આલેન વિક્ટોરિઆ હેમિંગ, મૂળ ધર્મ યહૂદી હતો. માતા લગ્નવિચ્છેદ પછી મુસ્લિમ બની, માટે પુત્રીનું નામ તેણે ગોહર જાન રાખ્યું. ગોહર જાન કુલ ૨૦ ભાષામાં
ગીતો લલકારી શક્તી હતી અને તેનાં અમુક ગીતો કચ્છી બોલીનાં પણ હતાં. દરેક ગીતના રેકૉર્ડિંગ માટે તે જમાનામાં તેનો ચાર્જ રૂા. ૧,૦૦૦ હતો.
https://www.facebook.com/share/p/19pG4fJDtu/

Gujarati Microfiction by Gautam Patel : 111986611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now