Gujarati Quote in Poem by Thakor Pushpaben Sorabji

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સર્વસ્વ તુજ પ્રભુ
હે કેશવ તારો કોઈ અંત નથી
સર્વે સર્વસ્વ તું જ છે માધવ!

સૌ ભૂતોના હૃદયમાં રહેલો આત્મા તું,
સર્વ ભૂતોનો આદિ,મધ્યને અંત પણ તું!

અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ તુ,
જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય તું!.....

ઓગણપચાસ વાયુ દેવતાઓનું તેજ તું,
એમ જ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા તુ!.

વેદોમાં સામવેદ તું, દેવોમાં ઈન્દ્ર તું,
ઇન્દ્રિયોમાં મન તું,પ્રાણીઓમાં ચેતના તું.

અગિયાર રૂદ્રોમાં શંકર તું,
યક્ષ-રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર તું,
આઠ વસુઓમાં અગ્નિ તું,
શિખરો વાળા પર્વતોમાં મેરુ પર્વત તું!

પુરોહિતોમાં બૃહસ્પતિ તું,
સેનાપતિઓમાં સ્કંદ તું,
જળાશયોમાં સમુદ્ર તું!......

મહર્ષિઓમાં ભૃગુ તું,
અર્થ બોધક શબ્દોમાં ઓંકાર તું,
સર્વ યજ્ઞોમાં જપયજ્ઞ તું,
સ્થાવરોમાં હિમાલય તું!.....

વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ તું,
દેવર્ષિઓમાં નારદમુનિ તું,
ગંન્ધર્વોમાં ચિત્રરથ ને
સિદ્ધોમાં કપિલમુનિ તું......

અશ્વોમાં અમૃતની સાથે
ઉદ્દભવેલો ઉચ્ચૈ: શ્રવા અશ્વ તું,
ગજેન્દ્રોમાં ઐરાવત તું,
મનુષ્યોમાં રાજા તું!....…
શસ્ત્રોમાં વ્રજ તું
ગાયોમાં કામધેનુ તું,
કામદેવેય તું,
સર્પોમાં સર્પરાજ વાસુકી તું!...

નાગોમાં શેષનાગ તું,
જળચરોમાં વરૂણ દેવતા તું,
પિતૃઓમાં અર્યમાં નામનો પિતૃ તું,
શાસન કરનારાઓમાં યમરાજ તું!....

દૈત્યોમાં પ્રહલાદ તું, સમય તું,
પશુઓમાં મૃગરાજ સિંહને
પક્ષીઓમાં ગરુડ તું!...

પાવનકારી વાયુ તું,
શસ્ત્રધારીઓમાં શ્રીરામ તું,
માછલીમાં મગર તું,
નદીઓમાં ભગીરથી ગંગા તું!......
સૃષ્ટિઓનો આદિ,મધ્ય અને અંત તું,
વિદ્યાઓમાં આત્મવિદ્યા તું!........

અક્ષરોમાં આકાર તું
સમાસો દ્વંદ્વ સમાસ તું,
કાળનોય મહાકાળ તું,
સર્વ તરફ મુખ ધરાવનાર
વિરાટસ્વરૂપે ધાતા તું!......

સૌનો સંહાર કરનાર મૃત્યુ ને
ઉત્પન્ન થનારાઓની ઉત્પતિનો હેતુ તું,
સ્ત્રીઓમાં કીર્તિ તું,
શ્રી,વાક્, સ્મૃતિ, મેઘા, ધૃતિને ક્ષમા તું!

શ્રુતિઓમાં બૃહત નામનો સામ તું,
છંદોમાં ગાયત્રી છંદ તું,મહિનાઓમાં
માગશર ને ઋતુઓમાં વસંત તું!.....

છળનારાઓમાં જુગાર તું,
પ્રતિભાશાળીઓનો પ્રભાવ તું,
જીતનારાઓનો વિજય તું,
નિશ્ચયકારો નો નિશ્ચય તું,
સાત્વિક માણસોનો સાત્વિક ભાવ તું!..

વાસુદેવ તું,મુનિઓમાં વેદ વ્યાસ તું,
કવિઓમાં શુક્રાચાર્ય કવિ તું!.......

દમન કરનારાઓનું દંડ તું,
વિજય ઈચ્છનારાઓની નીતિ તું,
ગુપ્ત ભાવોનું રક્ષણ કરનાર મૌન તું,
જ્ઞાની જનોનું તત્વજ્ઞાન તું!.....

સમસ્ત ભૂતોની ઉત્પતિનું કારણ તું
આખાય એ બ્રહ્માંડને પોતાની
યોગ શક્તિના એક અંશ માત્રથી
ધારણ કરીને સ્થિત છે કેશવ તું!...
(શ્રીમદ્ ભગવત ગીતા:10 મો અધ્યાય)
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર

Gujarati Poem by Thakor Pushpaben Sorabji : 111986529
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now