સુરજની આજ્ઞાપાલન
સુરજ માનું કહ્યું માની,
એક દિવસ વહેલા પાછા વળ્યા.
એની સાથે રમવા દોડ્યો વરસાદ,
ભીની ધરતીને પ્રેમથી ભેટી પડ્યા.
નાના ફૂલો ડોલ્યા ખુશીમાં,
કોમળ બાળકો હસતાં દોડ્યા.
વૃક્ષો, ઝાડ ને પર્યાવરણ પણ,
હરિયાળા થઈ સૌ ઝૂમી ઊઠ્યા.
માનવ મન શાંતિ પામ્યું,
સૃષ્ટિનો થયો સુંદર સંગમ.
સુરજ, ધરતી ને વરસાદની વાતોમાં,
સર્જાયો પ્રેમનો અદભુત આલિંગન.
કારણ કે સુરજે માનું કહ્યું માન્યું,
એક પળનો પણ ન કર્યો વિલંબ.
એક નાના નિર્ણયથી સૃષ્ટિ ખીલી,
માતૃ આજ્ઞાનો આ કેવો પ્રભાવ!
ઢમક
(માફ કરજો પણ આજકાલ મને
વરસાદ ઉપર કવિતા લખવીબહુ ગમે છે)