ચાવડા વંશના અણહિલવાડ થી ગુજરાત રાજય સુધી
મધ્યકાળમાં મૂળરાજ સોલંકીએ ગૂર્જર સામ્રાજ્યનો પાયો નાખ્યો. એ સામ્રાજ્ય જે તેનો સાથરો ફેલાતાં ગુજરાત ઓળખાવાનું હતું.
મૂળરાજનું અણહિલવાડ પાટણ રાજ્ય બહુ મોટું ન હતું, પણ એ પરાક્રમી રાજવીએ અનેક વિજયો હાંસલ કરી બધી દિશાઓમાં તેના સીમાડા વિસ્તાર્યા, આજે ગુજરાતના
નકશામાં સામેલ કચ્છ અને કાઠિયાવાડ જીતી લીધા. કેટલાક એવા પ્રદેશોને તાબે કરી મૂળરાજ સોલંકીએ પોતાના રાજ્યમાં ભેળવ્યા કે જે વર્તમાન ગુજરાતના સીમાડાની બહાર હતા. મૂળરાજ અનેક પ્રદેશો જીતી પાટણની ધજા તેમના પર ફરકાવવા માગતો હતો.
સંજોગોવશ થયું એવું કે વયવૃદ્ધિ સાથે મૂળરાજ ધાર્મિક વૃત્તિનો બન્યો અને ગાદી પોતાના કુંવરને સોંપી શેષ
જીવન ગાળવા નર્મદાનીરે શુકલતીર્થ જતો રહ્યો.
અલબત્ત, અણહિલવાડ પાટણમાં સારા-નરસા બનાવોનો ક્રમ આગળ ચાલ્યો. ગુજરાત અને કચ્છ વચ્ચે આવેલા
વઢિયાર નામના પ્રદેશમાં ચાવડા વંશના શાસકોનું નાનું સરખું રાજ્ય સ્થપાયું. રાજ્યને બદલે ઠકરાત કહો તો ચાલે. પંચાસર તરીકે ઓળખાતા ગામ ફરતેના અમુક વિસ્તારની આગળ તે રાજ્યના સીમાડા ખાસ વિસ્તર્યા ન હતા. ઇ.સ. ૪૭૦
પછી લગભગ આખો પ્રદેશ મૈત્રકવંશના વારાફરતી સત્તા પર આવેલા ૧૯ રાજાઓનો હતો. ઇ.સ. ૭૮૮ સુધી તેમનું શાસન રહેવાનું હતું. આથી ચાવડા વંશ ૭ મી સદીના અરસામાં જાણીતો ન હતો. આ શબ્દ બહુ દૂરના ભૂતકાળમાં ચોર-લૂંટારા માટે વપરાતો હતો. ચાવડા શબ્દનું મૂળ ગમે તે હોય, પણ એટલું ચોક્કસ કે પંચાસર સિવાય ગુજરાતમાં બીજે ચાવડા રાજકર્તાઓ ન હતા. પંચાસર ચાવડા રાજા જયશિખરીનું હતું. તવારીખી ગ્રંથોમાં તેના અંગે ભાગ્યે જ કશી જાણકા૨ી મળે, કારણ કે તેનું રાજ્ય ખોબા જેવડું હતું. ઇ.સ. ૭૨૦ પછી
જોકે ચાવડા વંશ ઇતિહાસ સર્જવાનો હતો અને સાડા બારસો વર્ષ સુધી અવનવા મોડ લીધા પછી મે, ૧૯૬૦માં તે ઇતિહાસ
ગુજરાત રાજ્યના સર્જન લગી પહોંચવાનો હતો. દરમ્યાનના સમયગાળામાં અનેક નાટ્યાત્મક અને નિર્ણયાત્મક ઘટનાઓ બનવાની હતી.
https://www.facebook.com/share/p/1BqFYPPH5j/