Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બલુચિસ્તાન

બલુચિસ્તાન વિશે જાણતા પહેલાં બલુચો કોણ છે તે જાણવું
રહ્યું. ઇતિહાસકારોનો અમુક વર્ગ માને છે કે અઝરબૈજાન,
ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન વચ્ચે આવેલા કાસ્પિઅન
સમુદ્ર પર ઇરાનનો જે તટ પડે તે બલુચોનું મૂળ વતન, પણ
રખડુ જાતિના એ લોકો વખત જતાં દક્ષિણ
ઇરાન તરફ સ્થાનાંતરણ કરી ત્યાં ઠરીઠામ બન્યા. ઇરાનનો
પૂર્વ સીમાડો પાકિસ્તાનને સ્પર્શે, એટલે બલુચોનો મોટો સમૂહ
વળી સ્થાનબદલો કરી પાકિસ્તાનમાં (બલુચિસ્તાનમાં)
વસ્યો. ઇરાનમાં હાલ બલુચોની આબાદી ૪૮,૦૦,૦૦૦
છે. પાકિસ્તાનમાં તેમનો વસ્તીઆંક આશરે ૮૧,૦૦,૦૦૦
માનવામાં આવે છે.
બલુચો એકમેક કરતાં અલગ જાતિઓમાં
વહેંચાયેલા છે. ઉપરાંત દરેક જાતિમાં અલગ કબિલાઓ હોય
છે. પર્શિયન જોડે થોડુંઘણું સામ્ય ધરાવતી ભાષા તેઓ બોલે છે.
બલુચોમાં હિન્દુધર્મીઓનો પણ સીમિત પંથ છે, જેના અનુચરો
હોમ-હવન કરે છે.
ધર્મે મુસ્લિમ ખરા, પણ તેમનો સંપ્રદાય જુદો છે. હકીકતે ઘણા
સંપ્રદાયો છે. કેટલાક તો વળી મુસ્લિમ પણ નથી. બુગતી નામે
ઓળખાતો કબિલો હિંદુ છે અને તેના સભ્યો બલુચિસ્તાનના
હિંગલાજ માતા મંદિરમાં હવન કરે છે, કેટલાક બલુચો
અસલમાં મરાઠા છે. ૧૭૬૧માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં
તેઓ યુદ્ધકેદી તરીકે પકડાયા બાદ અહમદશાહ અબ્દાલી નો સહયોગી કલાતનો ખાન તેમને બલુચિસ્તાન
લેતો ગયો હતો. કહેવાય છે કે ગિરફ્તાર થયા છતાં મરાઠાઓ
ત્યાં પણ આઝાદ બનવા લડ્યા હતા. દુર્ભાગ્યે કલાતના લશ્કરી
બળ સામે તેમનો સંઘર્ષ વ્યર્થ રહ્યો.
આ બંધક મરાઠાઓ ભારત પાછા ફરી શક્યા નહિ,
પણ બલુચિસ્તાનમાં પોતાના સંસ્કારોને વળગી રહ્યા
છે કે કલાત ખાનાત બ્રિટિશરાજનો ભાગ ન હતું.
બ્રિટનના વાલીપણા નીચે પણ ન હતું.
જ્યારે બીજાં દેશી રાજ્યો-રજવાડાં
હતાં. બ્રિટિશરાજના છત્ર નીચે બીજી
વાત એ ધ્યાનમાં લો કે સ્વતંત્રતા
વખતે દેશ બે ટુકડે વહેંચાયો ત્યારે જે
તે દેશી રાજ્યએ Independence
of India Act, 1947 પ્રમાણે કાં તો
ભારત સાથે અથવા તો પાકિસ્તાન
સાથે ભળી જવાનું હતું. આનો મતલબ સાફ હતો. કોઇ દેશી
રાજ્યએ સ્વતંત્ર રાષ્ટ્ર બનવાનું ન હતું.
આ ધારો અહમદ યાર ખાનના કલાતને બાકાત રાખતો
હતો, કેમ કે બ્રિટિશરાજ દરમ્યાન કલાત ખાનાત આમેય સ્વતંત્ર
રાષ્ટ્ર હતું. કલાત અંગ્રેજોના નેજા હેઠળ નહિ, માટે દેખીતું છે
કે કલાતના નેજા હેઠળના મકરાણ, લાસ બેલા, ખરાન વગેરે
આધિન રાજ્યોને પણ અંગ્રેજ શાસન જોડે
લેવા દેવા નહિ. મુહમ્મદ અલી
ઝીણાએ કલાતને પાકિસ્તાન સાથે જોડી દેવા અહમદ યાર ખાન
પર દબાણ કર્યું. ખાને ના પાડી, એટલે ઝીણા અરજપત્રોને બદલે ધમકીપત્રો મોકલવા લાગ્યા.
https://www.facebook.com/share/p/16XZkXuxGG/

Gujarati Blog by Gautam Patel : 111979187
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now