ઉનાળામાં માવઠું
જામ્યો છે ઉનાળો ને
જામ્યું છે ગરમીનું જોર!
લગ્ન કેરી સીઝનમાં
માનવી છે સૌ ઓતપ્રોત!
એમાંય આવ્યું જાણે માલવા
ઉનાળામાં માવઠું.........
લગ્ન પ્રસંગમાં સૌના
આવ્યું છે જાણે જાનમાં!
ફટાકડા ઓલવી,મેઘ ગર્જાવી,
ફોડ્યા ફટાકડા કેવા આકાશે!
ફટાકડાની આતશબાજી,ઝાંખી પાડે
તેવી વીજ ચમકાવી કરી,
એણે આતશબાજી આકાશે!
લો આવ્યું ઉનાળામાં માવઠું.....
ડીજે ના તાલ બંધ કરાવીને
આવ્યું છે શણગાર સજીને
ધૂળ કેરી ડમરીઓ ઉડાડી,
વાયરાથી શરણાઈઓ વગાડી!
ગર્જાવ્યા વાદળોને ચમકાવી વીજળી,
ફૂલડાં રૂપી કરા સાથે વરસ્યો એતો,
જોઇ નિહાળી રહ્યા સૌ માનવી!
લો આવ્યું ઉનાળામાં માવઠું........
આવ્યું વાવાઝોડુ જાનમાં જાણે
ઝાંખા પાડી સૌને જોને"પુષ્પ"
કેવું બધે એતો મ્હાલે!
ગરમીથી થોડી રાહત આપી સૌને
રૂઠાવી જાણે સૌને એ મનાવે!
આવ્યું ઉનાળામાં માવઠું.........
જય શ્રી કૃષ્ણ:પુષ્પા એસ ઠાકોર