Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમેરિકી ગુલામો નો પ્રથમ સ્વતંત્ર દેશ l

અમેરિકાની ગોરી અને ‘સુધરેલી’ પ્રજાએ ૧૬૨૦માં
આફ્રિકાના હબસી ગુલામોનો વેપાર શરૂ કર્યા પછી
દર વર્ષે લગભગ ૪૦,૦૦૦ ગુલામોને વહાણો મારફત અમેરિકા
પહોંચાડવામાં આવતા હતા. જેમ્સટાઉન, ન્યૂયોર્ક, બોસ્ટન, સાવનાહ વગેરે બંદરોમાં શિન-રવિ દરમ્યાન
ગુલામોનું બજાર ભરાતું હતું. ૧૮૬૦ સુધીમાં અમેરિકા ખાતે
હબસી ગુલામોનો આંક ૩૯,૫૪,૦૦૦ થયો. બીજી
તરફ અમેરિકાનાં કેટલાંક રાજ્યોમાં ગુલામીપ્રથાનો અંત લાવતો
કાયદો ઘડાયો હતો. એક સ્વયંસેવી સંસ્થા આઝાદ થયેલા
ગુલામોને ફરી આફ્રિકા મોકલી ત્યાં એમના પુનર્વસવાટ માટે
જમીન ખરીદી રહી હતી. અમેરિકાના પ્રમુખ જેમ્સ મનરો પણ
એ કાર્યમાં સહાય કરી રહ્યા હતા. જમીનનો વિશાળ પ્લોટ
આખરે ૧૮૨૨માં સ્વતંત્ર દેશ બન્યો. પ્રમુખના માનમાં એ
દેશના પાટનગરનું નામ મનરોવિયા રાખવામાં આવ્યું.
લાઇબિરિયા દેશ અમેરિકાના
ભુતપૂર્વ ગુલામોનો દેશ છે. લેટિન શબ્દ liber નો અર્થ free
થાય છે. આફ્રિકામાં હબસી લોકોનો
પહેલો સ્વતંત્ર દેશ હોય તો
લાઇબિરિયા, જેની સ્થાપના
૧૮૨૨માં થયા પછી બીજો
સ્વતંત્ર આફ્રિકી દેશ તો ૧૧૦
વર્ષે સ્થપાયો ! લાઇબિરિયાનો
ધ્વજ પણ અમેરિકી રાષ્ટ્રધ્વજના આધારે બનાવવામાં આવ્યો
છે અને ત્યાંનું ચલણ અમેરિકન ડૉલર છે. રાષ્ટ્રભાષા અંગ્રેજી અને રાજ્યબંધારણ અમેરિકા જેવું છે
https://www.facebook.com/share/p/19QWoVJEPN/

Gujarati Blog by Gautam Patel : 111976205
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now