કેમ ડગલાં બાજુ પગલી ચાલે
પપ્પા મારા બહુ જલદી ચાલે
આંગળી પકડીને મુઠ્ઠી મારી
એક અડગ એક ડગતી ચાલે
પપ્પા આપોને છુટ્ટી એવી
પતંગ આપડી ઊડતી ચાલે
આરામ ખુરશીએ બેઠા ભલે
ઉદાસી એમની વધતી ચાલે
હોય વસ્તુ આંખ સામે ને
આખા ઘરમાં જડતી ચાલે
પછી એક ડગલું ના ઉપડે
આંખો એમની ધખતી ચાલે
સ્વભાવ નહિ મેં ભાવ જોયો
ક્યાં નરમ ક્યાં સખતી ચાલે
તમે હશો તો અમે છીએ
ધરી કુટુંબની નભતી ચાલે
- રૂશિલ