```જીંદગી વીતી ગઈ ને જીવવાનું રહી ગયું
આજ કાલ કરતાં આયખુ વીતી ગયું
જગત ની ઝંઝાળો માં દિવસો જતાં રહ્યા
વાહલા કે દવલા આજ સાથ કોઈ ના રહ્યા
એકલો આવ્યો ને એકલો રહી ગયો
આથ્મ્યો અરુણ ને પડછાયો દૂર થઈ ગયો
પૈસા ની દોટ માં વય ને ભરખી ગયો
આવ્યો તો જીવવા એજ તો ભૂલી ગયો
સુખ માં છલકી ગયો ને દુખ માં ભાંગી ગયો
આવ્યું જ્યાં તેડું ત્યાં શૂન્ય શૂન્ય થઈ ગયો
ભાડા ના મકાન નો માલિક ખુદ બની ગયો
અવની નો આગંતુક હું, નિશદિન વિસરી ગયો
ભાડું ના ચૂકવ્યું ને ઋણી હું થઈ ગયો
આડંબર માં અટવાઈ પ્રભુ દૂર તુજ થી થઈ ગયો
સંસાર સાગર છે સ્મૃતિભ્રમ થઈ ગયો
ખેડવા ને એને મધદરિયે પોહચી ગયો
સુકાની સાથ ના, ને નાવડી હાથ ના ,
ઉઘડી જ્યાં આંખ ત્યાં દીવાદાંડી થી દૂર થઈ ગયો ......
આશિષ રાવ
"તીર્થ "```