હમસફરના સહારે કપાયો પંથ જીવનનો.
હમકદમ હારેહારે કપાયો પંથ જીવનનો.
વીત્યું શૈશવ વડિલો તણી રોકટોકે હંમેશાં,
બાળમિત્રો સહિયારે કપાયો પંથ જીવનનો.
ના પડી ખબર ક્યારે આવીને ગઈ એ ચાલી,
વનિતા કેરા વિચારે કપાયો પંથ જીવનનો.
આવ્યું પ્રૌઢત્વને થયા ભણકારા જરા તણા,
આપ્તજનના આવકારે કપાયો પંથ જીવનનો.
ક્રમ જિંદગીનો આગેકૂચ કરવાનો અવિરત,
આશાવાદના ઉપચારે કપાયો પંથ જીવનનો.
થયું કૈંક હરિભજનને માનવતા વસી મનમાં,
રામનામ તણા ઉચ્ચારે કપાયો પંથ જીવનનો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.