ભલે લખ-લખ કરો છો પણ, કવિતા થાય છે કે નહીં!
શબદને ગોઠવો છો પણ, કવિતા થાય છે કે નહીં !
દરદ, આંસુ ને ડૂમાઓ, નજારા, રૂપ 'ને મૌસમ;;
બધુંએ વર્ણવો છો પણ, કવિતા થાય છે કે નહીં..
- લાખણ'શી આગઠ
જીવન ઈચ્છા તણું ઘર છે, નથી કંઈ ખોખલાં મૃગજળ;
તમન્ના ઓગળે પાણી મહીં 'ને થાય છે ખળખળ.
હૃદય પર મોહની આબોહવા છે કેટલી ચંચળ!
ખબર છે એ નથી મારું છતાં પણ કેટલું વિહ્વળ.
હું જે કંઈ છું, ગઝલ તારા જ આશીર્વાદથી છું, પણ;
ઘણું છૂટી ગયું એમાંય તારો વાંક છે, સાંભળ..
- લાખણ'શી આગઠ
વિશ્વ કવિતા દિવસની અનંત શુભકામના 🌺🌼🌺