ઉરના ઉદગારે અવતરી હશે કવિતા.
સ્નેહના સથવારે સાંભરી હશે કવિતા.
મનોમંથને નવનીત શબ્દ થૈ પ્રકાશતું,
સરિતાવત્ આકારે વહી હશે કવિતા.
પ્રેરણા ઈશની સત્ય બની સંમુખ થતી,
બનીને એકે હજારે ગમી હશે કવિતા.
શબ્દ બની સ્નેહસરિતા સ્પર્શતા દિલને,
ને કવિના વિચારે એ રમી હશે કવિતા.
ઉરદહને એ શીતળતાને બક્ષતી ઊભયને,
ને કોઈના ઉચ્ચારે એ ખમી હશે કવિતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.