મમ્મી મારી સાચી બહેનપણી આવી.
નામ એનું ચકલી રહી છે એ બતાવી.
આવે દરરોજ નિયમિત ભૂલ્યા વગર,
ચીં ચીં કરીને રહેતી એ મને બોલાવી.
દાણા નાખું તો કેવી હરખથી ખાનારી,
સાવ મારી નજીક જતી એ તો આવી.
ક્યારેક રમે ધૂળમાંને કેવી ધૂળથી ન્હાતી,
હરખપદૂડી થૈને હાથમાં બેસે ગીત સુણાવી.
સાવ નિર્દોષને ભલીભોળી મને ગમનારી,
ચીં ચીં કરતીને કહેતી નવાજૂની એ લાવી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.