"તરસ'
એને તરસ લાગી હતી.
માંડ માંડ રણ ક્રોસ કરી રહ્યો હતો.
એણે દૂર સુધી જોયું તો અફાટ રણ દેખાતું હતું.
ક્યાંયથી પાણી મળે એવું લાગતું નહોતું.
એને ખૂબ તરસ લાગી રહી હતી.
એને લાગતું હતું કે એ બેભાન થઈ જશે..
હાશ.. હું મારા દેશ પાસે તો પહોંચી રહ્યો છું.
એણે દૂર સુધી ફરીથી નજર કરી...
લાગતું હતું કે રાજસ્થાન નજીક જ છે..
એણે આકાશ તરફ જોયું તો સૂરજ દાદા આકરા દેખાતા હતા..
જાણે નિર્દોષોની થતી હત્યાઓના કારણે ગુસ્સે થતા ના હોય.
આઝાદી મળી ગઈ હતી.
પણ ખરેખર આઝાદી મળી હતી?
પોતાના દેશમાં જવા માટે પણ આટલી બધી તકલીફો?
એને ચક્કર આવવા લાગ્યા.
તરસથી ગળું સુકાતું હતું.
ફરીથી એની નજર રાજસ્થાનના રણ તરફ ગઈ..
એ છેલ્લી વખત બોલ્યો..
હે રામદેવપીર... સહુનું ભલું કરજો..
બોલતા બોલતા એ રણની રેતીમાં ફસાઈ ગયો.
એણે ભાન ગુમાવી દીધું હતું.
- કૌશિક દવે