ખીલી મારી ગુલાબવાડી ઝાકમઝોળ,
આવ્યાં કુસુમો બનીને એ ગોળમટોળ.
સુગંધ પ્રસારે, સૌંદર્ય વધારે ફળી તણું,
ને આવ્યા ભ્રમર પતંગાસંગ ટોળમટોળ.
રસ ચૂસેને કરે ગુંજારવ ગુલાબી સંગીત,
ને મધુમક્ષિકા પણ દેખાઈ એ જોડમજોડ.
લઘુ કાનન સમ ફળી મારી નિસર્ગથી સોહે,
થૈ સંતૃપ્ત મધુમક્ષિકા રસની છોડમછોડ.
ગુલાબ ઘેર આવ્યા અતિથી હો સ્વાગતમ્,
થયા રાજી આગંતુકો લૈને એ સોડમસોડ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.