જાઉં ચોરેચૌટે ત્યાં તો હોળી ઝળહળે.
અસુર જેવા અસુર એમાં ભડભડ બળે.
સલામત દીઠો પ્રહલાદ હોલિકાના અંકે,
એની પ્રાર્થના ખુદ હરિ સત્વરે સાંભળે.
હોય જેને રામના રખોપાં કોણ સંતાપે,
અગન જેવી અગનમાં શીતળતા ભળે.
હોય કસોટી હેમની જે પરીક્ષા પાર કરે,
સત્યનો વિજય સૌ કોઈ સંમુખ નિહાળે.
હતો એ પિતા અસુર ના બોધપાઠ લીધો,
નૃસિંહ રૂપે પ્રગટવાને કશિપુનું કૈં ના વળે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.