શું કહું પ્રિયે શબ્દ મખમલ શા ધરા અવતરણદિને.
રહે સદાય પ્રસન્નતા ચિત્તની એવું સુખ રહો તુજને.
પ્રસન્ન દામ્પત્યનાં વહાણા વાયાં તુજ સંગ મુજને,
સેવા બેનમૂન તારી સરાહતાં હરખ હંમેશાં દિલને.
જીવનસફરના હર પડાવે હમસફરને હમકદમ તું,
મારે તો મનમાં રમતી નિરંતર મનચાહી સનમ તું.
શત શરદની રહેતી ઉરચાહના પ્રતિશ્વાસે નિરંતર,
ક્ષેમકુશળને આરોગ્યવર્ધક મળે જીવન તને સુંદર.
સાથ, સહકાર, સેવા,સમર્પણ,સત્યને સરાહતાં,
ટૂંકો પડે ગજ તો કાર્યપ્રણાલી તારી જ્યાં માપતાં.
થયા ક્વચિત મતભેદ , મનભેદમાં ના પરિણમતા,
ધન્ય ધન્ય અનન્વય અર્ધાંગિની ઈશ્વરદત્ત ક્ષમતા.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.