" જીવ " છે એજ "શિવ " છે.
કારણ આપણું શરીર પ્રકૃતિએ આપ્યું છે અને જે આપણો જીવ છે એ ભગવાન નો અંશ છે. માટે હું ખાઉ છું, હું સુઉં છું, હું ઉઠું છું, પીઉં છું, હું એ મિથ્યા અભિમાન છે. તમે શરીર અને આત્મા ને અલગ કરીને જુઓ તો શરીર પ્રકૃતિએ ભાળે આપ્યું છે અને જે જીવ છે એ શિવનો અંશ છે તો એમાં તમે ક્યાં છો
ઈશ્વર દેખાતો નથી તો જીવ પણ દેખાતો નથી. જીવ. વાળની અણીના દસ હજાર માં ભાગ જેટલો છે છતાં આખા શરીર ને ચલાવે છે. પ્રકૃતિ એ જડ છે એમાં ચેતન શિવ લાવે, ઘણા સમય પહેલા મેં ક્યાંક વાચ્યું હતું, કે સૌથી પહેલા પ્રેમ લગ્ન શિવ પાર્વતી ના હતા. તો મિત્રો શિવ શક્તિ એક છે. એના રૂપ અલગ અલગ છે. અર્ધનારીશ્વર રૂપ જે ભગવાન ને લીધું. એને પ્રેમ લગ્ન ના કહી શકાય. શિવ અદિકાળ થી શક્તિ ના જ છે અને શક્તિ શિવ ની. આ ભ્રહ્માંડ ના અધિપતી ની વાત છે આ કોઈ સામાન્ય માનવી ની વાત નથી કે પ્રેમ લગ્ન કહી શકાય.
ભરત ના નામ પરથી ભારત નામ પડ્યું તો અમુક બુદ્ધિ જીવીઓ કહે એ ભરત love ચાઈલ્ડ હતું તો મારા રામ એ વખતે ગાંધર્વ વિવાહ નું ચલણ હતું. એ ભરત કોઈ લગ્ન પેહલાનું બાળક નહોતું એ લગ્ન પછીનું જ બાળક હતું. સૂર્યની હાજરી માં ગાંધર્વ વિવાહ થતા એ સમય માં.
લી. "આર્ય "