"હાથમા કલમ અને જીભે સંયમ રાખ્યો છે,
શબ્દો ઓછા અને અનુભવ ઊંડો રાખ્યો છે
ભીતરથી નીરખી જુઓ, દૂર થી તો માત્ર દેખાય આવીશ,
જાણીને જુઓ તો ઓળખાય આવીશ
વ્યક્તિત્વ તો એક જ હતું પણ
રંગમંચ પર અનેક રીતે નિભાવ્યું છે
વિચાર, સારા ખરાબ થી પર હતા
એમ છતાં આજ ના સમાજનું દેખાડાનું પેરણ મેં અપનાવ્યું છે."