વિષય : રમત
રમત.....
રમત નો શોખ કોને નથી હોતો, રમત ગમત નો શોખ માણસ ને એના અંદર ના બાળક ને જીવતો રાખે છે. કળા નું આપણા જીવન માં બહુ આગવું સ્થાન હોવું જોઈએ કેમ કે, આ કળા આપણને એક સંતોષ પ્રદાન કરે છે.જવાબદારી આવવાથી જીવન માં અમુક વસ્તું છૂટી જતી હોય છે, અને આ છૂટેલી વસ્તું ને પોતાનો સાથી બનાવી લેવો જોઈએ.
કળા આપણો સાથ ક્યારે નથી છોડતી, હંમેશા આપણા સાથે રહે છે,રમત ગમત અને આપણા શોખ આપણને પ્રેરણા આપે છે આત્મવિશ્વાસ આપે છે, ઉંમર ના કોઈપણ પડાવ માં આપણે કેમ નથી હોતા પણ આપણી ગમતી વસ્તું માટે સમય ને કઈ રીતે ફાળવવો એ આપણા હાથ માં છે.
જીવન માં આપણી જવાબદારી ઓ આપણી સાથે રહેવા ની છે.જીવન માં બધુંજ અસ્થાયી રૂપ માં છે, ચાલતી આ ક્ષણ માં બીજી ક્ષણે શું થશે એ આપણે નથી જાણતાં માટે જીવન ને માણતા શીખો.જીવન ને માણવા માટે સૌ પ્રથમ આપણાં શોખ ક્યારે મારવા ના જોઈએ.
સપનાં જોવા અને એણે પૂરા કરવા ની જન્તોજત નહી રહે તો જીવન ની મજા ખતમ થઈ જાય છે,જીવન ને જીવવા ની અસલી મજા તો આ પરિશ્રમ ના દિવસો છે, મહત્વાકાંક્ષી હોવું જોઈએ પણ દિયોર્ધન જેવું નહી, આપણા કર્મ થી જે પણ કંઈ આપણે પામી શકીએ એટલું હોવું જોઈએ.
અમુક લોકો મે કહેતા સાંભળ્યા છે કે હવે જીવન ને જીવવાનો રસ ખતમ થઈ ગયો છે. જીવન જીવવાનો રસ ક્યારે ખતમ થઈ જાય છે જ્યારે આપણા પાસે કઈ સપના નથી બચતા અંદર કઈ પામવાની ઝંખના જ્યારે ખતમ થઈ જાય છે, ત્યારે જીવન ને જીવવાની આશા મૃત્યું પામે છે. જીવન માં ક્યારે પણ પોતાનાં શોખ ને ક્યારે આહુતિ ના આપવી જોઈએ, મંજિલ મળે નાં મળે બસ સદંતર વળગી રહેવું જોઈએ.
કોઈ એક રમત ગમત ને આપણે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બનાવો જોઈએ, કસરત કરવી ગમતી નથી કઈ વાંધો નહિ પણ આપણી મનગમતી રમત તો અપણનને રમવી ગમે છે, દરરોજ એક કલાલ વ્યક્તિ એ પોતાના માટે ફાળવવો જોઈએ.જીવનમાં આ કસરત કરવાનું ક્યારે બંધ નહી કરતા, શારીરિક કસરત અને માનસિક કસરત જો બંધ થઈ ગઈ તો જીવનનો અંત આવી ગયો.
જ્યાં સુધી પ્રાણ છે જીવન માં , ત્યાં સુધી તો શોખ જીવંત રહેવા જોઈએ. જીવન ને જીવવા નો રસ ક્યારે ખતમ નહી થાય જો તમારા જીવન માં કસરત અને કળા નો રસ જીવંત રહેશે.