Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો ગોળી વાગી ગઈ હોત તો કદાચ ભારત આઝાદ ન થયું હૉત 🗽
વર્ષ ૧૯૧૩નું છે. મહિનો નવેમ્બર છે. ઑસ્ટ્રિયા-હંગેરી
દેશનો ગાદીવારસ ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ અને તેની પત્ની રાજકુમારી સોફી ઈંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જનું આમંત્રણ સ્વીકારી તે દેશની રૉયલ સરકારનાં મહેમાન બન્યાં. બેઉનું સ્વાગત પણ શાહી ઢબે કરવામાં આવ્યું. કેટલાક સમારંભમાં માનવંતા અતિથિ તરીકે હાજરી આપ્યા પછી ફ્રાન્ઝ ફર્ડિનાન્ડના તેના સેવકે બે કારતૂસો ભરેલી જોટાડી બંદૂક તૈયાર રાખી હતી. એક વનકૂકડો ધ્યાને ચડતાં ફર્ડિનાન્ડે બંદૂક દાગી અને તેનો અવાજ સાંભળીને ચોંકેલા ઝાડીમાંના બીજા વનકૂકડાઓ ઊડ્યા. સામટો ‘ક્રો...ક્રો...ક્રો...' અવાજ કર્યો, જેણે ફર્ડિનાન્ડના સેવકને એવો તો ચોંકાવ્યો કે તે પાછળ ડગલું માંડવા જતાં
સંતુલન ગુમાવી નીચે પડ્યો. બંદૂકની ટ્રિગર પરની તેની
આંગળી રિફ્લેકસ એકશનરૂપે દબાતાં બન્ને ગોળીઓ છૂટી અને ફર્ડિનાન્ડના કાન પાસેથી સણસણતી દૂર પહોંચી. માત્ર 1 ઇંચ જેટલો તફાવત પડ્યો હોત તો ઑસ્ટ્રિયા- હંગેરીનો પાટવીકુંવર ખોપરી વીંધાતા માર્યો જવાનો હતો. ન મર્યો એ ખરેખર દુઃખદ વાત હતી. ગોળી ન વાગી તે ફ્રાન્ઝ ફર્ડિનાન્ડનું સદ્ભાગ્ય, પરંતુ બીજા લાખો નહિ, પણ કરોડો મનુષ્યોનું તે અત્યંત કરુણાજનક દુર્ભાગ્ય હતું. હેમખેમ બચેલા
ફર્ડિનાન્ડે બીજે વર્ષે ઑસ્ટ્રિયા-હંગેરીના બોસ્નિયા પ્રાંતના
સારાયેવો નગરનો પ્રવાસ યોજ્યો. પત્ની સોફી તેની સાથે
હતી. બોસ્નિયા એ પ્રાંત કે જેને પડોશી દેશ સર્બિયા પોતાના
રાજકીય નકશામાં ભેળવી દેવા માંગતો
હતો. બોસ્નિયાના ૪૩% લોકો જાતના
સર્વ /serb હતા. જૂન, ૧૯૧૪ના તે
અરસામાં યુરોપનું રાજકીય વાતાવરણ
ભારેલા અગ્નિ જેવું હતું.
લશ્કરી બળ ના પ્રતાપે જર્મનીનો
પ્રભાવ ત્યારે વધી રહ્યો હતો. રશિયાએ
તથા ફ્રાંસ તેના સંભવિત ‘જોખમ'ને
ધ્યાનમાં લેતાં લેખિત સંધિ દ્વારા
એકમેક જોડે હાથ મિલાવ્યા. જર્મનીએ
તેના જવાબમાં ઓસ્ટ્રિયા-હંગેરી સાથે
દોસ્તીનો નાતો બાંધ્યો. કૈઝર (સમ્રાટ)
વિલ્હેમના જર્મનીને શંકાભરી નજરે
જોતું બ્રિટન સહેજે રશિયા તથા ફ્રાન્સ
તરફ ઢળ્યું. સૌને આફતના ભણકારા
સંભળાતા હતા. જો કે કારણ વગરના
હતા, છતાં સૌને તે સકારણ જણાતા
હતા. બારુદનો ઢગ ખડકાયો હતો. એકાદ તણખો ઝરે એટલી જ વાર હતી.
જૂન ૨૮, ૧૯૧૪ના દિવસે ઝર્યો. બોસ્નિયામાં રહેતા
ગેવરિલો પ્રિન્સિપ નામના ક્રાંતિકારી સર્બ યુવાને સારાયેવોમાં તે નગરની શાહી મુલાકાતે ઑસ્ટ્રિયા-હંગેરીના પાટવીકુંવર ફ્રાન્ઝ ફર્ડિનાન્ડને અને તેની પત્ની સૉફીને શૂટ કરી દીધાં.
ઑસ્ટ્રિયા-હંગેરી સામ્રાજ્યમાં તેનો જે પડઘો પડ્યો એ
તોપગર્જના જેવો હતો. સારાયેવોમાં શાહી દંપતીનું મૃત્યુ
નીપજ્યાને હજી તો થોડા કલાકો વીત્યા ત્યાં ઑસ્ટ્રિયા-
હંગેરીએ સર્બિયા સામે યુદ્ધનું એલાન કરી નાખ્યું. જર્મનીએ
તેને સાથ આપ્યો, માટે રશિયા, ફ્રાન્સ તથા બ્રિટન એ
ત્રણ દેશોએ જર્મની સામે યુદ્ધ જાહેર કર્યું. આ ત્રણ દેશોને જાપાનનો સાથ મળ્યો. બ્રિટિશ સામ્રાજ્યની હકૂમત નીચેના ભારત સહિતના પચાસેક દેશોએ પણ તેના પક્ષે યુદ્ધમાં ઝંપલાવ્યું. તુર્કીનું ઓટોમાન સામ્રાજ્ય વળી જર્મનીના પક્ષે રહી યુદ્ધમોરચે ધસ્યું. ટૂંકમાં, પ્રથમ વિશ્વવિગ્રહ સળગ્યો, જેણે ૧,૦૦,૦૦,૦૦૦ લોકોનો ભોગ લીધો.
ધારો કે આગલે વર્ષે નવેમ્બર, ૧૯૧૩માં
ઈંગ્લેન્ડની મુલાકાત દરમ્યાન ફ્રાન્ઝ ફર્ડિનાન્ડ વનકૂકડાઓને શિકાર કરી રહેલો ત્યારે તેના સેવકની બંદૂકમાંથી જે બૂલેટો છૂટી તે ‘નિશાનચૂક’ થતી નથી.
ફર્ડિનાન્ડની ખોપરી વીંધી નાખે છે અને તે માર્યો જાય છે. જો ખરેખર એમ થાય છે તો તેના નતીજારૂપે શું બને?

https://www.facebook.com/share/p/1975EMDyqo/

Gujarati Blog by Gautam Patel : 111967859
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now