રુણાનુંબંધ:~
આ એક મારુ રુટીન જ સમજો, મારુ કામ પર થી આવવું અને માજીના ઓટલે બેસી ગામગપાટા માં વ્યસત ગૃપમાંથી પણ સમય કાઢી આવી ગયો દીકરા કહી હંમેશ જય શ્રીક્રીશ્ના કહેવુ .માજી ક્યારેય ચુકતા નહી,પરંતુ આજનો નજારો કાંઇક અલગ જ હતો.
બહાર ટોળે વળેલ સ્ત્રી વૃંદ કાંઈ ચીંતીત લાગી રહ્યું હતું ,કાંઇક અઘટિત થયાનો સંદેશાએ દીલ એકપળ માટે થડકાર ચુકી ગયું ,પાસે જઇને પૂછતા ખબર પડી આજે બપોર પછી કોઇએ માજીને હીંચકે બેસી જુલતા કે નરસૈયાના ભજન ગાતાં પણ સાંભળ્યા નથી ,કદાચ કામમાં વ્યસ્ત હશે ,યા તબીયત ઠીકના હોય આરામ કરતાં હશે સમજી કોઇએ બારણાં ખટખટાવ્યા નહીં ,પરંતુ સાંજ થવા આવી ,દીવાબત્તીનનો સમય થયો છતાં બારણા ના ખોલતાં આખીર સંદેહ દુર કરવા બારણું ઠોક્યું ,પરંતુ કાંઇજ ઉત્તરના મલતાં બધા ચિંતિત થઇ દોર ઠોકી રહ્યાં હતાં .ત્યાં મેં આવીને કાંઇક અમંગલની શંકા થતા દરવાજો તોડવાનો બહુમતીએ નિર્ણય કર્યો.
અને ૯૧૧ ને પણ ઇમરજનસી માટે ફોન કરી બોલાવી લીધી .બારણું તોડતાં માજી ફર્સ પર ચટ્ટાપાટ પડ્યા હતા ,આમ કેટલા કલાકથી માજી બેશુદ્ધ પડ્યા હશે ખબર નહીં,પરંતુ તાત્કાલીક સારવાર ના મલતા જીંદગીથી ત્રસ્ત પરંતુ ,ચહેરાપર ક્યારેય કોઇ ફરીયાદ નહી કોઇની પાસે પણ સેવા ચાકરી કરાવયા વીના જીંદગીને અલવીદા કરીને અનંતના માર્ગે ચાલ્યા ગયા હતા .
ભગવાન એમના આતમાંની ચિરંજીવ શાતા માટે પ્રાથના સહુએ સાથે મલી કરી .
પરંતુ મુશકેલતો હવે ઘડી આવી હતી જે એમનાજ મુખે શ્ત્રી સમુદાય પાસે સાંભળી હતી કહેવાય છે ને અભાગીના દળીયા કાણા ,જનમથીજ કહેતો પૂર્વ જન્મના કર્મે કરી તકદીરમાં દુ:ખોની સોગાત લઈનેજ જન્મી હતી.
શેખર અને અને શ્રીયા આંતર જ્ઞાતિનું ફરજંદ ,સાથેજ બેંકમા કામ કરતા પરીચયમાં આવ્યા ,દોસ્તી નજદીકીયામાં પરીણમી .સાથે આ જીવન એક બીજાના બનવાના કોડ સેવતા ઘરનાનો વિરોધ છતા લગ્નગ્રંથી થી બંધાયા .પરંતુ કહેવાય છેને સનેહલગ્ની ગાંઠ વધુ નભતી નથી ,ક્યારેક એમાં ઘરનાં વડીલો આડખીલી રુપ બને છે તો ક્યારેક કર્મો પણ એમાં વીઘ્નરુપ બંને છે .દીકરાની જીદ આગળ માબાપે કમને લગ્નની ગાંઠને અપનાવી તો લીધી ,ત્રણ ત્રણ સુવાવડ પછી પણ ચોથી સુવાવડે દીકરીએ આવતા , ઘરનાં બધાજ અને માબાપની ચઢમણીથી શેખરે પણ ,શ્રીયા તરફથી નજર ફેરવી લીધી ,અહીં સુધી કે નાનકી રડતી હેય અને શ્રીયા કામમાં બીજી હોય તો એની દરકાર પણ કરતા નહી .નીતાના જન્મ પછી કામ પણ છોડાવી દીધું હોય ,ઘરની એક કામવાલી બનીને રહી ગઇ હતી ઘરનાનો તીરસ્કાર અને અપૂરતી માવજતને કારણે નીતાઆફાની દુનીયા છોડી માને કુદરતને હવાલે છોડી નફરત ભરી દુ:નીયાને અલવીદા કરી ગઇ .પીયરીયાઓએ પણ એમની મરજી વીના ના લગ્ન હોય શ્રીયા તરફથી હંમેશ માટે નજર ફેરવીએ લીધી હતી
કોઇની ઓશિયાળી જીંદગી જીવવા કરતાં ,સ્વમાનભરી પાછલી જીંદગી જીવી શકાય માટે ગામને એકનજર નીરખી લઇ ,ઑંસુભરી આંખે હંમેશ માટે મધરાતે છોડી કોઇને પણ જાણ ના થાય એ રીતે ગામની મીટ્ટી મુઠ્ઠીમાં ભરી માથે ચઢાવી નીકળી ગઇ ,નવી જીંદગીની તલાશમાં .આખી રાત ચાલતી રહી. ભૂખ પાણીની તરશ અને થકાવટને કારણે રસ્તામંજ બેહોશ થઇ પડી ગઇ .ખુદને તો કોઇ હોંશ હતા જ નહી ,રસ્તે ચાલ્તા રળ્યા ખળ્યા રાહદારીમાં એક અનજાન રાહદારી એકલવાઈ અસહાય સ્ત્રી પર દયા આવતા પોતાના ઘરે લઇ આવી માનવતા ઉજાળી નવજીવન બક્ષ્યું ,અને અંહી થી શરુ થઈ એમના નવજીવનની શુરુઆત પછી તો લાગણી સભર એમનો સ્વ ભાવ એમના નવજીવનનુંઘડતર બન્યું .
અડોસપડોસ ના ઘરે કામ કરી થોડા પગભર થઇ ઘરઘંટી લઇ લોકોના દળણાં દળ્યા આજની ઘડી ને કાલનો દહાડો એજ એમનાં જીવનનું રુટીન ,કોઇ પાસે હાથ ફેલાવ્યો નહતો ,સ્વમાનભેરની જીંદગી જીવ્યા .
મોત પણ સહજ મળ્યુ .કોઇની સેવાચાકરી લીધા વીના, શાંતિની ચીરનીંદરામાં પો ઢી ગયા .આજ સુધી એમના કોઇજ રીસત્દાર એનની શોધમાં આવ્યા હોય એવુ સાંભળ્યું નથી .એટલે આવા સમયે અંકીચન માજીની અંતીમક્રીયાનાં પણ કોઇ આવનાર હતુ જ નહી.
કેવો યોગાનુયોગે મારુ પણ અંગત કહી શકાય એવું કોઇહતુ જ નહીં ,ક્યાંથી હોય ?અનાથ ફુટપાટવાશીના જીવનમાં ,સ્વ હસ્તે મહેનત અનેખંત થી લોકોના નાનામોટા કામ કરી એસ એસ સી. સુધી ભણ્યો હતો ,તે ભણતર અને પછાતજાતીનું લેબલ કામ કરી ગયું ,અને પોષ્ટમેનની નોકરી મલી ગઇ તે બે પાંદડે થયો ,અને આ મહોલ્લામાં જ ઘર લીધાનું હજી માંડ છ મહિના જ થયા હતા.
સર્વ સમ્મતીથી માજીની અંતીમક્રીયા કરવાનુંસદભાગ્ય મલ્યું .આત્માની મુકિત માટે મનોમન પ્રાર્થના કરી ,લાગણીથી ભીંજાયેલી આંખો એ ઘરે આવી એક અનાથ આત્માની અંતીમ ધામે પહોચાડયાની ભાવના સાથે હ્રદય મનને હળવું કરી પથારીમાં ઝંપલાવ્યું .
કદાચ આનેજ રુણાનુંબંધ કહેવાતુ હશે