નાજુક હોય..
સુંદર હોય ..
કે હોય નમણી નાર.
પણ બધું જ વ્યર્થ છે,
જો ના હોય લજ્જની વાડ.
ફેશનના નામે અંગપ્રદર્શન
કેટલું વ્યાજબી ગણાય?
અરે! લજજા એતો
સ્ત્રીનું આભૂષણ છે
એને કેમ લુંટાવા દેવાય?
તું મર્યાદાની દેવી છે..
કેમ ભૂલે છે ભાન?
લોકલાજમાં તારું સન્માન થશે..
એટલું તું જાણ.
જીતેન્દ્ર પરમાર "રોશન"