હિલીયમ (ગેસ )જેવા હલકા માણસો છે અહીં
થોડી હવા શું આવે તરત ઉડી જાય છે
થોડુંક બટર સપ્લાય કરતા જ લપસી જાય છે
ખોટા સિક્કા જેવા છે જે ક્યાંય ચાલતા નથી
બસ બીજાના બળથી ખોટો શોર કરે છે...
સ્વાર્થ હોય ત્યારે દોડીને આવી જાય છે
સ્વાર્થ પૂરો થતાં જ ઓળખતા અચકાય છે..
હિલીયમ (ગેસ )જેવા હલકા માણસો છે અહીં
થોડી હવા શું આવે તરત ઉડી જાય છે ...
ખોટી રાહ પર ચલાવવા માટે લાખ અખતરા કરતા જાય છે
જો ન ફસાઈએ તેની ચાલમાં તો બદનામ કરતા જાય છે..
અનેક મોહરા પહેરીને પોતાની જાત ભૂલી જાય છે...
હિલીયમ (ગેસ )જેવા હલકા માણસો છે અહીં
થોડી હવા શું આવે તરત ઉડી જાય છે ...
જય શ્રી કૃષ્ણ 🙏🏻
14/01/25
09:00 AM
- Bindu