Gujarati Quote in Motivational by Pm Swana

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નમસ્તે.
ઘણાં વર્ષો પહેલાં ચાણક્ય સિરિયલ જોઈ હતી તેનો એક ભાગ બરોબર યાદ રહી ગયો છે.
કે
ચાણક્ય ચાલીને જી રહ્યા હતાં, રસ્તા માં તેમને કાંટો વાગ્યો,આજુબાજુ જોયું તો કાંટા નું એક નાનું ઝુંડ જેવો છોડ દેખાયો, ચાણક્યે બજાર માં મળતી છાશ લઈ અને તેમાં સાકર મેળવી તે છોડ ના મૂળ માં વહેવડાવી દીધી.
શિષ્યો એ પૂછ્યું કે ગુરુજી આમ કેમ ?
ચાણક્ય: આ કાંટો વાગ્યો તે દુઃખદ થયું..પણ કાંટા નો નાશ કરવાથી કઈ ન થાય..તેના સર્જન નો મૂળ થી નાશ કરીએ તો જ કાંટો ફરી ઊગી જ ન શકે અને ફરી ક્યારેય કોઈ ને વાગી પણ ન શકે.એટલે આ કાંટા ના છોડ ના મૂળ માં મેં સાકર વાળી છાશ નાખી હવે ધીમે ધીમે કીડીઓ અને અન્ય જીવજંતુઓ આવી આ છોડ ને મૂળ થી કરડી ખાશે અને આ પ્રકારે આ કાંટાળા છોડ નો વિનાશ થઈ જશે.

પ્રશ્ન અને તકલીફ દેખાય તો એનાં મૂળ સુધી જવું અને એ મૂળ નો જ નાશ કરવો..જડમૂલ થી જ નાશ કરીએ તો ફરી તે વિકસી જ ન શકે.
ચાલો બચાવી લઈએ,
હજુ સમય છે.હજું એટલું ખરાબવિશ્વ નથી થયું..હજુ કાંટો નીકાળી શકીએ છીએ.
ઉપરોક્ત રચના એ
એકદમ સચોટ,સ્પષ્ટ અને અકસીર ઈલાજ.
મારા આજ ના લેખ ને વિનાશ અને સર્જન બન્ને ક્રિયા માટે ઉપરોક્ત પ્રક્રિયા ને ધ્યાન માં રાખજો. એક એક શબ્દો ઉપરોક્ત પ્રક્રિયા ને જ પ્રસ્તુત કરે છે.

ભાષા,
ભાષા એ લાગણીઓ ની શાબ્દિક ભાવના અથવા લેખિત આકૃતિ છે.
જે નયનો ઘ્વારા અનુભવાય છે એજ શબ્દો ઘ્વારા સંભળાય ક્યાં વંચાય છે.

આ લેખ દ્વારા લાગણીઓ ને આકૃતિ અપાય છે.

ચાલો એ અનુભવીએ.

મારી ભાષા દ્વારા મારા મન ને તો કદાચ નહિ જાણી શકાય.પણ એક એક શબ્દ ને ઊંડાણ માં અનુભવવા કદાચ ભાષા મહંદશે મદદરૂપ થઇ શકે.
એક એક શબ્દો અને તેમાં રહેલા ગૂઢાર્થ ને જો અનુભવી શકો તો આ લખાણ તમારા અંતર મન ને ચોક્કસ જગાવી શકશે.
આ માત્ર શબ્દો ન સમજતાં ચોક્કસ એક અનુભૂતિ, એક સજીવ લાગણીઓ સમજજો,અનેક અંતર ની વાચા સમજજો તો ચોક્કસ અનુભૂતિ થયાં વગર રહેશે નહીં.
આજ ના વિષય ની શરૂઆત આમ તો જીવ સૃષ્ટિ ની શરૂઆત થી જ થયેલ છે.
સૃષ્ટિ માં કહેતાં આ પૃથ્વી ગ્રહ માં સજીવ સૃષ્ટિ ની રચના અથવા આગમન એજ મારા વિષય ની મુખ્ય સૂત્રધાર,નાયક,આધાર જે સમજીએ પણ એજ છે.
એટલે કે સ્ત્રી.
જીવ સૃષ્ટિ ના આગમન ની એકમાત્ર સ્ત્રોત.બહુધા કદાચ સિવાય કે અમીબા સિવાય દરેક સજીવ નું આ પૃથ્વી સૃષ્ટિ માં આગમ કેવળ અને કેવળ માદા/સ્ત્રી થી જ શક્ય છે. પ્રાણી જગત કે મનુષ્યની દુનિયા જે કહો એ મારી દ્રષ્ટિએ તો સૃષ્ટિ ની રચના સ્ત્રી થી જ ઉદ્દભવી છે.

કદાચ એમ કહી શકાય કે પૃથ્વી પર ના ભગવાન એટલે કે સ્ત્રી.કેમ કે એજ છે જે આ સૃષ્ટિ માં સર્વ પ્રકારે સજીવન કરીને ચેતન લાવી છે.

આજ કાલ તો પરમેશ્વર નું પણ મહત્વ નથી,પરમેશ્વર ની ગણના પણ તુચ્છતા માં થવા લાગી છે તો આ પ્રત્યક્ષ પરમેશ્વર સમાન સ્ત્રી નું શું ગજું?

વેલ,સ્ત્રી નું ગજું તો કદાચ પહેલાં પણ હતું કે કેમ ...અરે માફ કરજો..એનું ગજું તો હતું પણ સર્વ સ્વીકાર્ય હતું કે કેમ એ એક દુઃખદ પ્રશ્ન છે.

લખવા જઈએ તો એક વિષય,એક એક શબ્દ માંથી અનેક શબ્દો લખી શકાય તેટલું ઊંડાણ છે દરેક શબ્દો ના ભાવાર્થ માં.
સ્ત્રી ની લાગણીઓ ને આ શબ્દો ની રચના માં સમાવવી અઘરી છે.
પણ અનુભવ્યું પણ આજ છે.

સાચું કહેજો.
વિશ્વ,સમગ્ર વિશ્વ માં જ્યારે પણ સ્ત્રી-પુરુષ અત્યાચાર
કે સ્ત્રીઓ સાથે ના અત્યાચાર ની વાત આવી ત્યારે હંમેશા તેને અવગણવામાં આવી અથવા સર્વ સ્વીકાર્ય ગણી ઘર ની વાત છે.
આતો સામાન્ય વાત છે
આવું તો ચાલે
આવું જ રહેવાનું
એમાં કોઈ ફેરફાર શક્ય નથી.
શું કરાય,સમાજ જ આવો છે?
કોણ બદલશે ?
ક્યારે બદલાશે?
આપણાં એકલાં થી શું થાય કઈ ન થાય.આવો જ સમાજ છે .
વર્ષો થી આમ જ ચાલ્યું છે.બધાં એ સ્વીકાર્યું છે.
આપણે શુ કરી શકીએ
ચલાવી લો.
જેમતેમ પડ્યું પાનું નિભાવી લે.
બાળકો નું શું?
એકલા કેમ રહેવાય ?
સમાજ શું કહશે?
કોણ રક્ષા કરશે?(જાણે ઘણી ઘરમાં રાખી બહુ રક્ષણ કરતો હોય..એક ભક્ષક છે એનું શું?)

આવા આવાં અનેક શબ્દો.


આજ ના આ યુગ માં પુરુષ પ્રધાન સમાજ માં સ્ત્રી ની ગતિ -અધોગતિ કળિયુગ નો અહેસાસ આપે છે.

વિશ્વ ના કદાચ દરેક દેશો સ્થાનો પુરુષ ના અભિમાન થી ઉછરેલાં છે.

ના ના ના હું દરેક પુરુષ ને અભિમાની નથી કહેતી, પણ ચોક્કસ અનેક કહેતાં મહંદશે દરેક પુરુષ એમાં જોડાયેલ તો છેજ.

જો પુરુષ સમજે તો સર્વત્ર સુખ સર્જી શકે છે.

એક જોતાં આ એક મેરિગો round જેવી રમત છે.

ગોળ ગોળ ફરે છે...પણ હાલ પુરુષ ના હાથ માં બટન છે.

ભારત,અમેરિકા,આફ્રિકા,સમગ્ર યુનાઇટેડ kingdom.

કે વિશ્વ ના કદાચ દરેક દેશ માં સ્ત્રી ની બહુધા સ્ત્રી જાતિ ને જે અધોગતિ નો અનુભવ કર્યો .
એ પછી આજ તારણ નિકળાયું કે હવે ફેરકાર જરૂરી છે.

આજ ની પેઢી જે દિશા માં જઈ રહી છે.
તેના મૂળ માં માતા ની સજાગ માતા ની જીવન માં ગેરહાજરી છે.

અને એ માતા સજાગ પણ નથી અને હાજર પણ નથી .
ઘર નું મૂળ કહેતા ઘર ને સાચવનાર સ્ત્રી એ ઘર નો મોભ છે.
આ પ્રજાતી હવે લુપ્ત થતી જાય છે.
તેનું મુખ્ય કારણ પણ કદાચ સ્ત્રી જ છે.પણ જો પુરુષ ધારે તો હજુ આ લુપ્ત થતી પ્રજાતી ને બચાવી શકે છે.

કેટલીક માહિતી તબક્કાવાર
સમજીએ.

અત્યાર સુધી એમ લાગતું હતું કે સ્ત્રી ની અવદશા કેવળ ભારત,અથવા અવિકસિત દેશો માં જ હશે.
પણ સ્ત્રી ની અધોગતિ સંપૂર્ણ પણે વિકસિત એવા અમેરિકા કે બ્રિટન જેવા દેશો માં પણ જોવા મળે છે તો ?

અમેરિકા જેવા દેશ મા આવ્યાં પછી પણ અહેસાસ થાય કે અહીંયા તો સ્ત્રીઓ નું શોષણ વધુ થઈ રહ્યું છે..

જે દેશો ની આંધળું અનુકરણ કરી દુનિયા ના અન્ય દેશો ની સ્ત્રીઓ પોતાની જાતને તેવી બનાવવા ઈચ્છે છે.
તે દેશો ની સ્ત્રીઓ ની અવદશા નું સાચું ચિત્રણ તો હજુ આ વિશ્વ સમાજે જોયુ નથી..કદાચ છુપાવી રાખવા આવ્યું છે.ક્યાં કોઈને એ ગંદકી જોવી જ નથી.

સમગ્ર વિશ્વ એક દાવાનળ ની ટોચ પર બેઠું છે.

પણ વિશ્વ ને ઊંઘ માંથી ઉઠવું જ નથી.
શાણા કહેવાતા સમાજ ના ઠેકેદારો ને દુનિયા ને ગેરમાર્ગે જ રાખવી છે..જેમ એમણે દોરી છે એમ કુવામાં ધકેલવી છે.

આ દાવાનળ એટલો મોટો વિનાશ લાવશે.
સમગ્ર માનવ જાત માટે એક મહા વિનાશ ની તરફ દોરી જશે

જાગો...બુદ્ધિજીવીઓ જાગો..
ભલે શાંત,નીરવ શાંત વાતાવરણ માં જીવતા હોય એમ લાગે ,સફળતા અને સાહ્યબી ની છોળો માં ઉડતાં હોઈએ એમ લાગે...
જે સુખ સમજો એ.
પણ ઉભા તો દાવાનળ ની ટોચ ઉપર જ છો.
જો હજુ પણ પાછા નહિ વળીએ.
જો હજુ નહિ સમજીએ
જો હજુ અભિમાન અને મોહ રાખી અહીંયા જ બેસી રહિશું તો દાવાનળ ના ફાટવાથી સૌ પ્રથમ આપણે જ હોમાઈ જઈશું. આપણે તો અંદર થી મરી ગયા હોઈશું.

કળિયુગ જીવી જશે.
કળિયુગ જીતી જશે.

હાલ સમાજ ની જે હાલત છે.
અહેસાસ છે કઈ દિશા માં જી રહ્યા છીએ આપણે?
હજુ સમય છે ચેતી જઈએ,બચાવી લઈએ એ આપણાં જીવન ને.

સૃષ્ટિ ની સર્જન કરાનાર સ્ત્રી સલામત નથી.અને એટલે સૃષ્ટિ નું ભવિષ્ય પણ સલામત નથી.એટલે સમાજ રચના પણ સલામત નથી.
ટૂંક માં એક સળંગ લીટી ના ચાર્ટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ.


આજ કાલ સમાજ માં ખૂબ જ અયોગ્ય અને કુસંસ્કાર નું વાતાવરણ ફેલાઈ રહ્યું છે.
સભ્ય અને સંસ્કારી યુવાનો ની બદલે અસભ્ય અને કુપોષિત યુવાનું વાતાવરણ વધી રહ્યું છે.(હજુ સંપૂર્ણ પણે થયું નથી.)હજુ બચાવી શકાય છે

કેટલાંક પ્રશ્નો સમજીએ પછી તેનાં ઉત્તર શોધીએ.

આપણને શુ જોઈએ છે ?

1.આજ ની પેઢી ને સંસ્કાર/સુખ/સત્ય/જીવન આપે કોણ ?
2.એ કામ કોનું છે ?
3.અને એ કામ જેનું છે શું એ પોતાનું કામ વ્યવસ્થિત નિષ્ઠા પૂર્વક કરે છે ?
4.જો કરતાં હોત તો આ પ્રશ્નજ નહોતું,એટલે કે નથી કરતાં. જો નથી કરતાં તો કેમ નથી કરતાં?
5.તેમને પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરતાં ક્યાં પરિબળો રોકેછે?
6અને એ પરિબળો નું મહત્વ કેટલું અને કેમ છે?
7.શું તે અયોગ્ય પરિબળો નો નાશ શક્ય છે?
8.શું આપણે આપણું કાર્ય નિષ્ઠાપૂર્વક કરી શકીએ છીએ ?
9 કેવી રીતે ?ક્યારે ?
10.અનેજો આપણે આપણું કાર્ય નિષ્ઠાપૂર્વક કરીશું તો તેનું પરિણામ,ફાયદા અને આનંદ શું હશે ?
11.શું આપણે ને એ પરિણામ જોઈએ છે?પ્રિય છે?
12 તો એ પરિણામ મેળવવા શું કરવું જોઈએ?

ઉપરોક્ત સર્વે પ્રશ્નો ને એક જ પ્રશ્ન માં જો પૂછવો હોઈ તો એમ પૂછી શકાય કે

શું સુખ મેળવવા આપણે સાચા માર્ગે વળી સુધરવું છે ?

હવે ઉપરોક્ત પરિસ્થિતિ ને વિચારીએ.

આજ ની પેઢી અયોગ્ય માર્ગે છે.
કેમ કે એમને સાચું માર્ગદર્શન નથી મળ્યું
માર્ગદર્શન આપનાર મુખ્ય પરિબળ છે માતા,ગર્ભ થી 5વરસ સુધી માતા બાળક નેપોતાની સાથે રાખીજીવન ની મહતમ સમજણ આપી દે છે. અને ત્યાર બાદ ગુરુ/શિક્ષક અને સમાજ.તેમાં પણ માતા નો રોલ મુખ્ય અને મહત્તમ હોય છે.
માતા ઓ પોતે આ કાર્ય માટે સજ્જ નથી અને હાજર પણ નથી.
માતા ઓ હવે ઘરે રહેવાની બદલે પોતાની કેરિયર બનાવવા માં.નોકરી કરી પૈસા કમાવવા માં,સમાજ માં સત્તા અને સન્માન મેળવવા માં વ્યસ્ત છે.
કેમ કેમ કે તે બધુ એમને ઘર માં ન હતું મળતું એટલે.
(જે વસ્તુ કહેતાં પ્રેમ,લાગણી,હૂંફ,સન્માન,સમજણ ઘર માં નથી મળી શું એ બહાર મળશે ?)
વેલ.
જે ઘર માં ન હતું મળતું ઉપર થી દુઃખ તકલીફો,અપમાન કુપોષણ અને લજ્જિત જીવન મળતું હતું એટલે સ્ત્રીઓ ને ઘર ની બહાર જવું પડ્યું.
પહેલાં ના સમય માં સ્ત્રી ને શિક્ષિત કરવામાં આવતી નહીં.
કેવળ પુરુષ ને બહાર માં કાર્ય કરવામાં આવતા.
(તેની પાછળ પણ એક અદ્ભૂત સુંદર રચના હતી કે કુદરતે સ્ત્રી અને પુરુષ ના શરીર ની રચના એવી રીતે કરી છે કે પુરુષ શક્તિશાળી, ખડતલ,મજબૂત બનાવ્યો અને સ્ત્રી નાજુક,કોમળ અને શાલીન બનાવી.
સ્ત્રી ને ગર્ભ માં નાજુક બાળક નું પોષણ કરવાનું અને ત્યાર બાદ આશરે 3 થી 5 વરસ સુધી સ્તનપાન થી લઈ અનેક કર્યો માં એજ બાળક સાથે માતા એ રહેવું એ ફરજિયાત કુદરતી નિયમ છે.જે જરૂરી છે એટલે સ્ત્રી ની સવલતો અને સલામતી ને ધ્યાન રાખી. સ્ત્રી ને ઘર માં અને પુરુષ બહાર ન કાર્યો કરે એવી સમાજ રચના કરવામાં આવી જે સર્વ સ્વીકાર્ય ને સન્માનીય ગણાઈ/સ્ત્રીઓ એ પણ તે સહર્ષ સ્વીકારી અને પતિ ને તે જવાબદારી આપી.
વેલ હવે તો પુરુષો પણ પુરુષતન ગુમાવી ચુક્યા છે..અને સ્ત્રીઓ કોમળતા ત્યજી શૂરવીર બની ગઈ છે.)
તેથી પુરુષ બહાર ના મહેનત વાળા કર્યો કરવા લાગ્યા.અને ઘર ચલાવવા માટે જે બહાર થી જરૂરી હોય તે દરેક વસ્તુ અને ક્રિયાઓ ને પુરીકરવા લાગ્યાં.
તેજ રીતે સ્ત્રીઓ એ ઘર અને ઘર નેલગતી અન્ય વસ્તુઓ અને ક્રિયા ઓ ને સહર્ષ સ્વીકારી.
ધીમે ધીમે આ જ પરકીર્ય માં
Men dominating culture
પુરુષ પ્રધાન સમાજની રચના થવા લાગી.
પરુષ શારીરિક રીતે તાકાતવર અને બહાર થી વસ્તુઓ અને સેવાઓ પૂર્ણ કરનાર હોવા થી bread earner એટલે કે પાલનહાર બની ગયો.
અને સ્ત્રી અબળા.
(ખબર નહિ કેવી રીતે સ્ત્રી ને અબળા ગણી. વેલ..સ્ત્રી અબળા થઈ ગઈ.)
તેમ તેમ અભિમાન,અને કુસંસ્કાર પણ વધતા ગયા.
સ્ત્રી ના લગ્ન માં દહેજ.
સ્ત્રી ને મારવી,અપમાનિત કરવી,અવગણના કરવી,દુઃખી કરવી તે સર્વ સામાન્ય અને સર્વ સ્વીકાર્ય બન્યું.
જેન આગળ કહ્યું ને એમ.
કોણ સાચવશે ?
એવો જ સમાજ છે આપણે સમાજ માં રહેવાનું છે એટલે આવી રીતે જ રહેવું પડશે.

એ ભલે અમેરિકા હોય,આફ્રિકા હોય,ભારત હોય
સ્ત્રી કાળી હોય,ધોળી હોય કે ઘઉંવર્ણી

ગમેં ત્યાં જાઓ..સ્ત્રી ને આજ રીતે treat કરાય છે.
રમકડાં ની જેમ.

એટલે કળિયુગે તરત સ્ત્રી ના મગજ માં ઘૂસી એને પણ અભિમાની,બનાવી.

લગ્ન કરી પતિ મારે, તરછોડ કે મરી જાય તો પત્ની ની હાલત ખરાબ થઈ જાય.પિયર પાછી આવે એટલે માતા પિતા ભાઈ ભાભી કે પિયરીયાઓ ના માથે પડે..કેમ?કેમ કે ભણી ગણી તો હતી નહિ.
એટલે માતા પિતા એ દિકરીઓ ને પણ ભણાવવા લાગ્યા.ભણી ગણી પોતાનાં પગ પર ઉભી રહે તો કોઈ ના માથે ન પડે એમ સમજી.
(વિશ્વ ના દરેક દેશો માં આજ રીતે થયું છે સમજી રાખજો.)

સ્ત્રી પુરુષો જોડે સહ અધ્યન કરવા લાગ્યાં તેમ તેમ છૂટછાટ લેતાં ગયાં.ઘર બહાર નીકળતાં ગયા.
હવે?
હવે સ્ત્રી પણ પુરુષ જેટલું કદાચ પુરુષ કરતાં પણ વધુ આગળ વર્ચશ્વ જમાવતી ગઈ.
જેમ જેમ બહાર નો અનુભવ થતો ગયો.તેમ તેમ વધુ ને વધુ બહાર રહેવાનું થવા લાગ્યું.
પુરુષ અને સ્ટ્રીબન્ને કમાવવા લાગ્યાં.

તો હવે ? ઘર ને કોણ સાચવે ?
સ્વતંત્ર થયા એટલે માતા પિતા ની કચકચ પણ ન ગમે.ત્રાસ આપતાં સાસુ સસરા હવે લાતો ખાતાં થઈ ગયા.(જેસી કરની એસીભરની)ઘરડાં ઘર ને કારણે ઘર એકલાં બની ગઈ.
બાળકો ને સાચવે કોણ.
રે બાળકો પણ હવે તો નહિવત થઈ ગયા.
સ્ત્રી પરુષ સ્મોવડીયા માં
પતી પણ પરસ્ત્રી સાથે ભણતો કે નોકરી કરતો થયો અને સ્ત્રીઓ પણ.
વ્યભિચાર એ માઝા મૂકી.
બાળકો ને સાચવે કોણ ને સંસ્કાર આપે કોણ?
કૂવામાં હોય તો હવાડા
માં આવે ને ?

આ આખી પ્રક્રિયા માં મુખ્ય અને સૂત્રધાર કડી સ્ત્રી છેઅને તેને તકલીફ આપનાર મુખ્ય વ્યક્તિ પુરુષ.

જો હજુ પુરુષ સમજે.
સાચવે અને સુધરે તો.
કદાચ.
કદાચ હજુ આ પ્રશ્ન ને ઉકેલી શકાય છે.

સ્ત્રીઓ ની જે અવદશા છે.
પુરુષ પતિ તરીકે રક્ષણ હાર બનવાની બદલે.
બાળકો ના દેખાતા જ પત્ની નું અપમાન કરે,મારામારી કરે.ગાળાગાળી કરે.હેરાન કરે.
આવા પુરુષો ને તો ત્રાસવાદી જ કહેવાય.
કદાચ ત્રાસવાદી પણ સારા. સામે થી એકવાર માં ઘા કરી પૂર્ણ.અને પોતાની જવાબદારી સ્વીકારે.. બદનામ પણ થાય કે અમે માર્યા છે.એટલે ત્રાસવાદી છે એમ.

પણ પુરુષ મારે,દુઃખ આપે તો પણ સ્ત્રી એ એ સત્ય છુપાવવાનું એ માટે પણ બાયલ પુરુષ ને સ્ત્રી નો સહારો લેવો પડે પોતાની ગંદકી છુપાવવા સ્ત્રી એ જ ચૂપ રહેવાનું.સમાજ તો એટલે પુરુષ સારો દેખાય છે..જો સ્ત્રીઓ બોલવા લાગે તો દરેક પરુષ નગ્ન હાલત માં મળે.
અનેસમાજ અન્ય સ્ત્રી પરુષો..આ સત્ય જાને છે તો પણ આંખ આડા કાન કરી..આવી ભયકર ત્રાસવાદી ઘરેલું હત્યા ને અવગણી ચૂપ રહે છે.આંખો બંધ કરી અન્યત્ર જોવા લાગે છે.

એટલે તો આ ત્રાસવાદીઓ ને ખુલ્લો દોર મળ્યો છે.
એટલે તો અવ નીચ હરમી
નાલાયક પુરુષો આ હત્યાકાંડ કરતાં અટકતા નથી ડરતાં નથી..કેમ કેમકે એમનેછૂટ મળી ગઈ છે.માફ કરજોમારી અસભ્ય ભાષા બદલ.
આ અસભ્ય શબ્દો જો માત્ર અહીંયા ળખવાથી ..એયોગ્ય લાગે છે..એની ખરાબ અસર પડે છે.માત્ર એકવાર વાંચવાથી ખરાબ લાગે છે
અને મારે માફી માંગવી પડે છે.

તો વિચારો આવુ વર્તન કરી એ નરાધમ એ સ્ત્રી અને એનાં ઘર ના કુમળા બાળકો ને એવર્તન ની કેટલી ખરાબ અને ઘાતક અસર થતી હશે..
તે પણ એક વાર નહિ વારંવાર અનેક વાર..એજ ઘર માં ચાર દીવાલ માં પોતાના પતિ - પિતા ઘ્વારા પીડિત ની જેમ કણકસવું ,રિબાવું રડવું અને લોકો આગળ ચૂપ રહી એજ રાક્ષસ નું રક્ષણ કરવું..

વાહ સમાજ.. વાહ તારી ચુપ્પી...વાહ તારા આંખ આડા કાન.
આ માત્ર એક સ્ત્રી કેસમાજ ની સ્ત્રીઓ ની વાત નથી.
આ મારા ,તમારા સૌ ઘર માં એક યા બીજી રીતે મહનદાનશે સ્ત્રીઓ ની અવગણના અને અવહેલના થાય જ છે.એ વ્યભિચાર હોય કે કુરવર્તાવ,કે કુસંસ્કાર.
આપણે સૌ આ ત્રાસવાદ નો ભોગ બનીએજ છીએ.
ચૂપ રહીને.

અને પછી જ્યારે એ સ્ત્રી આવા પુરુષને લાત મારે અથવા
આવા પુરુષ જોડે પરણવા કરતાં
પોતાની રીતે આગળ વધે એટલે સમાજ મા પણ આવા જ કૂતરા-ભૂખ્યા વૃરું જેવા રાક્ષસો બેઠાં છે.
ઘર માં જ જેનું રક્ષણ નથી થયું...તેનું બહાર ના નીચ લોકો શું રક્ષણ કરશે ?


એટલે.


સ્ત્રી ક્યાં સલામત છે?

જો પુરુષ ધારે તો હજુ આ પ્રશ્ન નું નિરાકરણ લાવી શકે છે.

હજુ પુરુષ ધારે તો સ્ત્રી નેસ્ત્રી બનાવી શકે છે.

કદાચ સમાજ ના સારા ,શાણા પુરુષો એ હવે પહેલ કરવી જોઈએ અને આ ગંદકી સાફ કરવી જોઈએ.
આવા ખરાબ પુરુષો ને સુધારવા જોઈએ.
એમના વર્તન માટે આંખ આડા કાન ન કરતાં તેમને સમજાવવા જોઈએ.

જેમ વ્યસની માટે ,ત્રાસવાદીઓ માટે
વ્યસન મુક્તિ અભિયાન કે કેન્દ્રો ચાલે છે તેમ આવા પુરુષો ને સુધારવા ના કેંન્દ્રો ચાલવા જોઈએ .

તો સ્ત્રી વધુ સલામત અને બાળકો વધુ ખુશ રહી શકે છે.

ક્રમશ

Gujarati Motivational by Pm Swana : 111966950
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now