હું અહીં કાગળની હોળી બનાવા તૈયાર છું, જો તું ત્યાં પાણીનું નાનું વહેણ બનતી હોય તો.
હું અહીં માટીનું નાનું કણ બનવા તૈયાર છું,જો તું ત્યાં ડમરી બનતી હોય તો.
હું અહીં કિનારાનું મીઠુ બનવા તૈયાર છું, જો તું ત્યાં દરિયાની લહેર બનતી હોય તો.
હું અહીં તૂટી સૂકી ડાળી બનવા તૈયાર છું, જો તું ત્યાં આગ બનતી હોય તો
હું અહીં પાણી બનવા તૈયાર છું, જો તું ત્યાં વરાળ બનતી હોય તો.
હું અહીં શબ્દો બનવા તૈયાર છું, જો તું ત્યાં કવિતા બનતી હોય તો.
હું અહીં કાગળ ની હોળી... -રવિ