બધાં બધું જાણે છે સમજે છે તેમ છતાં પણ વ્યર્થ વ્યથા છે,
બધી માણસ ના આ વિચારો એ તો ઉદ્ભભવેલી કથા છે..
ભરોસો ક્ષણભર ના ગુસ્સા થી તૂટે છે.....
ગુસ્સો કરનાર ને લાગે છે કે હું માત્ર ગુસ્સા માં બોલ્યો પણ....
ગુસ્સો સહેનાર ની કથા ક્યાં કોઈ સાંભળે છે કે ..
સાંભળવા માગે છે.....
ગુસ્સો સાહેનાર કહે છે કે.....
મન માં વાત ઘર કરેલી હતી, એટલી તો નીકળી આજે હોંઠ ઉપર......
જો ના હોત કોઈ અણગમો થોડો પણ , તો ક્યાંથી થાય એ ગુસ્સો.....
હું કહું છું કે ગુસ્સા ના પણ અનેક પ્રકાર છે....
કોઈ ગુસ્સો ચિંતા નો છે તો કોઈ ગુસ્સો કરેલી ભૂલ નો છે,
કોઈ ગુસ્સો અમથો લાગણી જતાવવા છે તો કોઈ ગુસ્સો
લાગણી સમજવવવા છે.....
થોડું ઓછું સમજનાર માણસ ને તો બધા લોકો સતત ગુસ્સો કર્યા કરે છે...
સહી એ પણ નથી શકતો પણ નિયતિ માં લખાયેલું છે કદાચ એટલે એ એણે બદલી નથી શકતો.
થોડું ઓછું સમજનાર એટલે કે થોડો નાદાન ભોળો માણસ...
કોશિશ હજાર કરે છે, બધું કરવાની પણ.,.નિષ્ફળ રહી જાય છે...
એણે ગુસ્સો કરવા કરતા થોડી ધીરજ રાખી શીખવો તો ખરા...
કોઈ ને સમય લાગે તો કોઈ જલ્દી શીખી જાય..
પણ ગુસ્સો કરનાર પણ એનો હિતેચ્છુ તો હોય છે.
ગુસ્સા ના અનેક પ્રકાર છે કોઈ તમારો સમય માંગવા તમને ગુસ્સો કરે છે,
તો કોઈ તમારા થી દુર થવા તમને ગુસ્સો કરે છે...
લાગણી જ્યાં છે સાચી ત્યાં ગુસ્સા નો ભાવ પણ જોવા મળશે....કેમ કે....
સાચવતા સબંધ માં કોઈ જગડો કોઈ ગુસ્સો ક્યારે હોતો જ નથી...
એમાં તો માત્ર તમારી હા માં હા હોય છે.
એટલે તો કહું છું કે........
બધાં બધું જાણે છે સમજે છે તેમ છતાં પણ વ્યર્થ વ્યથા છે,
બધી માણસ ના આ વિચારો એ તો ઉદ્ભભવેલી કથા છે..