https://www.matrubharti.com/novels/49403/soulmates-by-deeyan
"સોલમેટસ "
તને હું શું કવ?
એક મિત્ર કે એક સાથી?
તારે તો જીવવું'તુને મારી સંગાથે?
આપણી દ્રષ્ટીએ તારા સપના જોવા'તાને,
કેમ ભૂલી ગઈ તું આ બધું હે?
સહુ કહે તું મને મુકીને જતી રહી,
પણ મારા શ્વાસમાં તું ભળેલી રહી ગઈ,
જેમ પેલો સુર્યાસ્ત પણ હજુ થાય છે ને ,
તેમ તારા સપનાઓ પણ મારામાં હજુ જીવે છે,
દુનિયા કહે હું આગળ વધી જાવ!
તું તો જતી રહી પણ હું જીવી જાવ!
હું કેમ માનું કે તું નથી રહી,
મારામાં જ તો તું જીવી રહી,
તું જાણે ને આ આરવ તો તારો જ ને અદિતિ,
શું હુય થાઉં મુરખો દુનિયાની વાત માની?
જીવી લઈશ હું આ જિંદગી તારી સાથે, તારા વગર,
ફરિયાદો પણ કરીશ અને રડીશ પણ તારા વગર,
અદિતિ, હરીશ નહિ હું એ તો નક્કી જ છે,
તારા સપનાઓને પાંખ હું આપીશ એ નક્કી જ છે.
લી,
ફક્ત તારો 'આરવ'
આપ સૌ નવલકથા 'સોલમેટસ' વાંચો અને આપના મંતવ્યો જણાવશો.
નોંધ: આ મારો પ્રથમ પ્રયાસ છે લોંગ ફોર્મેટમાં લખવાનો. એટલે જો સુચન હોય તો મેસેજ માં જણાવવા વિનંતી.