મહર્ષિ અગસ્ત્ય
-ધાર્મિક
આપણા દેશને મહાન બનાવનાર, આપણી સંસ્કૃતિનું રખોપું કરનાર, વિશ્વમાં જ્ઞાનનો ઉજાસ ફેલાવનાર જો કોઈ હોય તો તે ઋષિ-મુનિઓ છે. અગસ્ત્યના નાનાભાઈ વસિષ્ઠ રઘુવંશના ગુરુપદે હતા. રામ– લક્ષ્મણે એમની પાસેથી વિદ્યા સંપન્ન કરી હતી.
એમના જ સમયમાં વિશ્વામિત્ર ઋષિનો જંગલમાં આશ્રમ હતો. રામ-લક્ષ્મણે એમના યજ્ઞની રક્ષા કરી હતી. આ સમયે વિશ્વામિત્રે રામ-લક્ષ્મણને શસ્ત્ર વિદ્યાની તાલીમ આપી તૈયાર કર્યા હતા.
સાંદીપનિ ઋષિના આશ્રમમાં કૃષ્ણ સુદામાએ અભ્યાસ કર્યો હતો.
કર્ણે પરશુરામના આશ્રમમાં રહી ધનુર્વિદ્યાની
તાલીમ લીધી હતી. અંગિરા ઋષિએ સૂર્યને નિયમિત
ઊગતા કર્યા હતા. કણાદ ઋષિએ ‘વૈશેષિક’ દર્શનમાં
અણુઓનું સર્જન અને વિસર્જન થતું રહે છે તે બાબત બતાવી છે. ભારદ્વાજે યંત્રસર્વત્ર’ ગ્રંથ લખી, જેમાં વિમાન વિષયક વાતો લખવામાં આવી છે.
મહાન પુરુષો ખરે જ ઝૂંપડીમાં જ જન્મ પામે છે.
અગસ્ત્ય ગંગા નદીમાં એક કુંભમાંથી મિત્રાવરણ
ઋષિને મળી આવ્યા હતા. તે ઋષિના આશ્રમમાં
૨હીને મોટો થવા લાગ્યો ને અભ્યાસ કરવા લાગ્યો.
આર્ય સંસ્કૃતિ ઉત્ત૨માં ફેલાઈને અટકી ગઈ હતી.
ધોમ્ય ઋષિના આશ્રમમાં રહીને આરુણિ, વેદ દક્ષિણમાં પ્રથમ પગ મૂકનાર કોઈ હોય તો તે અગસ્ત્ય
તે અને ઉપમન્યુ ભણ્યા હતા.
મુનિ છે. તે વખતે વિંધ્યાચળ પર્વત ઊભો હતો.
દ્રોણગુરુએ કૌરવો પાંડવોને શસ્ત્રવિદ્યાની તાલીમ એને નજીવી વાતમાં સૂર્ય અને ચંદ્ર સાથે અણબનાવ
થયો. ચંદ્રને ઢાંકી દેવા ને જગત એનાથી વિમુખ
બને એવા હેતુસર સૂર્ય આકાશમાં વધવા લાગ્યો.
સૂર્ય-ચંદ્રના તેજથી સંસાર વિમુખ થઈ ગયો. દેવગણ
વિચારમાં પડી ગયો. એમણે આવી વિંધ્યાચળને ખૂબ
સમજાવ્યો પણ તે એકનો બે ન થયો. આ વખતે
અગસ્ત્ય મુનિ દેવોની વહારે આવ્યા. તેમણે વિંધ્યાચળને
સમજાવવાનું માથે લીધું.
એક દિવસ મુનિ અગસ્ત્ય ફરતાં ફરતાં વિંધ્યાચળના
આવાસે આવ્યા. મહામુનિને આંગણે આવેલા જોઈ
વિંધ્યાચળ આનંદઘેલો બની ગયો. તેણે મહર્ષિનું
ભાવભીનું સ્વાગત કર્યું તથા મસ્તક નમાવ્યું. આ
જોઈને અગસ્ત્ય કહ્યું : “આખું ઉત્તર ભારત આર્યોના
સંસ્કા૨-સૌ૨ભથી મહેંકી રહ્યું છે. દક્ષિણ એનાથી
વંચિત છે. આર્યોની એ સંસ્કાર–સૌરભ દક્ષિણમાં
લઈ જવી છે. આ કામ એકલાનું નથી. એક–બે દિવસનુંય
કામ નથી અનેક વર્ષોનું કામ છે તથા અનેક લોકોના
સાથનું છે. સવાલ છે માર્ગનો. તું મારે ચરણે ઝૂક્યો
છે તો સમષ્ટિના હિત કાજે તું ઝૂકેલો જ રહે. મારું
કામ પતાવીને હું ઉત્તરમાં પાછો ફરું ત્યારબાદ તારે
જેટલા વધવું હોય એટલો વધજે.’’
અગસ્ત્યની મધમીઠી વાણીમાં તે આવી ગયો. જેવી ૨
આપની આજ્ઞા’ કહીને તે ઝૂકેલો જ રહ્યો. સંત-સાધુઓનો
દક્ષિણમાં જવાનો માર્ગ મોકળો થઈ ગયો.
અગસ્ત્યમુનિ ઉત્તરની સંસ્કાર–સુવાસ ફેલાવવા દક્ષિણ
ભારતમાં ગયા તે ગયા જ; કદી પાછા ફર્યા નહિ. એમના સ
વચને બંધાયેલો વિંધ્યાચળ ઝૂકેલો ને ઝૂકેલો જ રહ્યો. અ
સંતના વચનમાં વિશ્વાસ રાખી તે આજેય ઝૂકેલો છે.
આ પ્રસંગ પરથી.કોઈ વાયદાનું પાલન ન કરે તો ‘અગત્સ્યના વાયદા’ એ કહેવત પડી.
https://www.facebook.com/share/p/14uYRDFRFW/