લો પત્યું, હવે દુનિયા કથાનો અંત પૂછે છે.
મન મગજને લાગણીનો રંગ પૂછે છે.
પાણી છે તો વહેવાનું ગમે ત્યાંથી,
કિનારાની રેતી એને પંથ પૂછે છે!
સરરર્ સરર્ કરતી ડોલતી એ, અસ્થિરતાનુ પ્રકરણ પૂછે છે.
થયું કે કહી દઉં સત્, કે કોઈ તો ખબર-અંતર પૂછે છે.
અધ્ધર ફરતી આકાશે એ મલંગ પૂછે છે.
તારો વિસામો ક્યાં? એવો વ્યંગ પૂછે છે.
થયું આપી દઉં ઉત્તર કે ડોર સાથે જ ખેંચી જાય છે જે,
એ હવા ક્યાં પતંગનું ઘર પૂછે છે!
માન્યું, બહું બહાદુર સમજતાં હતાં ખુદને અમે,
લઈ લાકડાની તલવાર ફરતાં હતાં અમે,
બસ, એટલે જ યુદ્ધોમાં તરફડતા હતાં અમે,
એ સાન આવી ત્યારથી કલમ પકડી અમે
ને તોય લોક ઘમાસાણનો અંત પૂછે છે.
હવે તો હદ થઈ, શું કહેવું અમારે !!
નાદાન કંટકો પ્રકાંડને પ્રસંગ પૂછે છે.
બદલાઇ મોસમો ઘણી તોય અમે તો એવાં ને એવાં.
આ તો ખરી ખરીને રંગ બદલતા પાંદડાં,
પાનખરને કુસુમની છટાનો દંશ પૂછે છે.
- મૃગતૃષ્ણા
🌼🌼🌼