Gujarati Quote in Poem by Rajendra Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રોજીંદી ઘટમાળ

"સૂરજ"ની સોનેરી સવારની ને,
"ચંદ્ર"ની ચાંદની રાતની
                  રોજીંદી ઘટમાળ...
"મરજીવા"ની સાગરમાં ડૂબકીની ને,
"પર્વતારોહક"ની પર્વતારોહણની
                   રોજીંદી ઘટમાળ...
"ફૂલ"ની સુગંધ પ્રસારવાની ને,
"પંખી"ની ગગન વિહારની
                   રોજીંદી ઘટમાળ...
"સંત"ની સત્સંગ કરવાની ને,
"ભક્ત"ની ભજન કરવાની
                   રોજીંદી ઘટમાળ...
"વીર"ની વીરતા માટે બલિદાનની ને,
"સતી"ની સતનાં પારખા માટેની
                    રોજીંદી ઘટમાળ...
"જ્ઞાની"ની જ્ઞાન મેળવવાની ને,
"સાહસિક"ની સાહસ કરવાની
                     રોજીંદી ઘટમાળ...
"કલમ"ની શબ્દને કંડારવાની ને,
"શબ્દ"ની વાક્યમાં નિરુપણની
                      રોજીંદી ઘટમાળ...
"કવિ"ની કલ્પનાની કવિતાની ને,
"લેખક" ની લેખ આલેખવાની
                       રોજીંદી ઘટમાળ...
"જીવન"ની દરેક ક્ષણે બદલાવની ને,
"ક્ષણ"ની જીવન સાથે બદલાવની
                       રોજીંદી ઘટમાળ...
          રાજેન્દ્ર ચૌહાણ.....

Gujarati Poem by Rajendra Chauhan : 111961421
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now