ડાયરીમાં મુકેલા ગુલાબના ફૂલને વિસર્જિત કર્યું,
ત્યારે એ લહેરોની વિડંબના જાણી છે મેં...
ડૂબવાનો ભય ઘણો જ હતો ગહેરાયોમાં,
તરતાં શીખી ભરમની ભ્રમણા છોડી છે મેં...
ભૂતકાળની યાદોને છોડવાની પ્રક્રિયા ઘણી જ પીડાદાયક હોય છે. એ યાદો સાથે આપણો લાગણીભાવ હોય છે. પણ જ્યારે તેને છોડવામાં આવે ત્યારે જીવનના પ્રબળ તત્વો, જેમ કે સમય અને પરિસ્થિતિઓની વિડંબના સમજાઈ છે.
જીવનના ગહન સાગરમાં ડૂબવાનો ભય તો સૌને હોય છે, પરંતુ જ્યારે જીવનના પડકારોને સામનો કરીને આગળ વધવાનું શીખી લઈએ, ત્યારે ભ્રમ અને ખોટી આશાઓને પકડી રાખવાની જરુરિયાત આપમેળે જ છૂટી જાય છે.
મૂળમાં, જીવનમાં પ્રગતિ માટે જૂની લાગણીઓ, ભ્રમો અને અડગ અવસ્થાઓ છોડવાના શીખ અપનાવી ખૂબ જ જરૂરી છે.
દર્શના "મીતિ"