તારી આંખોમાં પ્રેમ નો દીવો ઝળુંબે,
એક નજરથી મારું જીવન મહેકી ઊઠે.
શ્વાસમાં બંધાય છે તારા નામની લય,
મારાં હોઠ પર ગીતો તારી યાદે રચે.
ચાંદની શરમાય તારી પલકો નીચે,
રાતના સન્નાટામાં તું સપનાં લખે.
તારી મીઠી નજર મને ચોંટી રહે,
દિલની ધરતી પર તારાં પ્રેમનાં ફુલ ખીલે.
ઝરણાં ગાય જ્યાં તારાં શબદોનું ગાન,
હવાઓ લઈ આવે તારો અહેસાસ.
તું નથી તોયે તારી સુગંધ છે ચારેકોર
મારાં આંખના ખૂણે તું ઝળુંબે હંમેશા.
ક્યાંથી શોધું મારાં શબ્દોનો અર્થ,
તારી એક ઝલક જ ગઝલ બની જાય.
જીવનના રંગો તારી આંખે ચઢે,
પ્રેમની રાહે હું ખોવાઈ જાઉં છું.
તારો સ્પર્શ એ પવનની લહેર જેવો,
દિલને તારી ઝંખના જગાવે.
તું જ્યાં જાય ત્યાં મોસમ બદલાય,
તારી આંખોમાં પ્રેમ નદી બની વસે.
હસીને જોયું તો ફૂલો ખીલી ઊઠ્યાં,
નજર મળી તો વેદનાં શરમાઈ ગઈ.
તારા વિના જીવન એક કોરો કાગળ છે
ઇન્દ્રધનુષના રંગ લઈને મારું નામ લખે છે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹