ખીચડી મારી લાડકવાઈ તૃપ્તિનો અવતાર, તને ખાઉં તો ભૂખ મટે ને આવે અંતરનો ઓડકાર.. ખીચડી મારી લાડકવાઈ..
ખીચડી તારા સ્વાદનો દરિયો જીવનભર છલકાય,પામતા તને કઢી સાથે પેટ ધન્ય થઈ જાય.. એક જ ચમચો ઘીનો પડતા
ચમકે રૂપ અપાર..ખીચડી મારી લાડકવાઈ..
ખીચડી સાથે શાકને ખાતાં થઈ જાય બેડો પાર,છાશની સાથે તેને ખાતાં સુખ આપે અપાર, ખીચડી તુ તો ભોજનનો સાચો છે આધાર ખીચડી મારી લાડકવાઈ..
ખીચડી મારી લાડકવાઈ શક્તિનો અવતાર, માંદા માણસને સાજા થતા લાગે ન દીન ચાર..એક વખતમાં દેતી ખીચડી શક્તિ તું અપાર ખીચડી મારી લાડકવાઈ..
ઘીથી લચપચતું રૂપ જોઇ તારું લાળ ઝરે અપાર, વખાણ તારા કરું ને લોકો ખુશ થાય અપાર.. ખુશ થઈ એમાં ઘી નાખી દે વધાર..ખીચડી મારી લાડકવાઈ..
તારા ઉપર તેથી મને છે હેત બહુ અપાર, ખીચડી મારી લાડકવાઈ.. ખીચડી મારી લાડકવાઈ તૃપ્તિ નો અવતાર,ખીચડી મારી લાડકવાઈ.
કવિ દેવાંગ મંકોડી.