જોત જોતામાં કેટલાં વર્ષો વિતી ગયા......
વર્ષો વીતવા ની સાથે આપણે કેટલાં મોટા થઈ ગયા.....
શું જાણ્યું તમે કે શું જરૂરી છે જીવન માટે...
તો ખબર પડી કે કઈ એવું ખાસ નથી જેના વગર તમે જીવી નથી શકતાં....
પૈસા થી ખુશી ને ખરીદી નથી શકાતી...
પૈસા થી દુઃખ ને બીજાને આપી નથી શકાતું....
જે પણ છે જીવન માં એ બધું તમારા મન ની સ્થિતિ ઉપર નિર્ભર કરે છે.
1. જીવન જીવવા માટે સંતોષ હોવો જરૂરી છે.
2. જીવન જીવવા માટે ધીરજ રાખવી જરૂરી છે.
3. જીવન જીવવા માટે સ્વીકાર કરવું જરૂરી છે
4. જીવન જીવવા માટે જતું કરવું બહુજ જરૂરી છે.
5. જીવન જીવવા માટે કોઈ માફી ના પણ માંગે ને તો પણ એણે માફ કરવું જરૂરી છે.
6. જરૂરી છે આત્મમંથન કરવું પોતાની જાતનું.
7. જરૂરી છે સતત કાર્યરત રહેવું.
8. જરૂરી છે આપણી દરેક ઇન્દ્રિયોને આપણા કાબૂ માં હોવું.
9. સૌથી મહત્વ નું પોતાના શરીર ને સ્વસ્થ રાખવું.
જરૂરી છે આ વસ્તું .
10. જરૂરી છે જીવનમાં
ક્યાં અટકવું,.
ક્યાં છ્ટકવું,
ક્યાં લટકવું.
ક્યાં રહેવું એટલું બસ આવડી જાય તો જીવન સાવ સરળતા થી જીવી શકાય છે.
હિસાબ લગાવો આમાંથી કેટલું તમે પામ્યા છો?