સ્ત્રીની સુંદરતા ક્યારેય ઉંમરને આધીન નથી હોતી,
એતો દરેક ઉંમરે એક નવુ રૂપ,રંગ અને કિરદાર ધારણ કરે છે…
40 વર્ષની ઉંમરે પણ તે 40 ની જ લાગે છે,
તેના વાળની સફેદી સફેદ ચાંદની જેવી લાગે છે,
ચહેરા પરની સહેજ કરચલીઓ મખમલી ચાદરની કરચલીઓ જેવી લાગે છે,તે એક સમયે પાતળી હતી અને હવે થોડી ભરાવદાર લાગે છે,પરંતુ આ રૂપમાં મને "તે" સૌથી સુંદર લાગે છે..!
દરેક સ્ત્રીને સમર્પિત ✍🏻